Homeઉત્સવગૂડી ચૈત્રી રમાદાન (ભાગ-૧) ૨૨ માર્ચ, ૨૦૨૩: યુનિવર્સલ એનર્જી, શક્તિઓને માનવજીવન સાથે...

ગૂડી ચૈત્રી રમાદાન (ભાગ-૧) ૨૨ માર્ચ, ૨૦૨૩: યુનિવર્સલ એનર્જી, શક્તિઓને માનવજીવન સાથે સાંકળતો ત્રિવેણી સંગમ

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો!
કેવા જઈ રહ્યા છે, અરે એમ કહેવાય કેવા શરૂ થયા છે દિવસો?
ઉફ ઉફ ગરમી, હાય હાય ગરમી બોલવાનું શરૂ થઈ ગયું છે. એસી, કુલર, પંખા ચાલુ થઈ ગયા છે. ઘણાએ તો નવા પંખા વસાવ્યા છે. એક બેને મને કહ્યું કે જુઓ અંજલિ બેન હેમામાલીનીએ કીધું એટલે મેં તો મારા ઘરમાં ડિઝાઇનવાળા પંખા નખાવી દીધા, ચાર પાંખોવાળા.
હુંતો કહું છું તમે પણ લગાવી લો. સરસ લાગે છે. ટાઈમ કે સાથ ચલના હૈ તો જો હો રહા હૈ ઉસમે કોન્ટ્રિબ્યુશન તો દેના પડેગા. એટલું બધું હસવું આવ્યું કે ના પૂછો વાત. પણ હા એક મીઠી વસ્તુ હતી નિખાલસ વસ્તુ હતી એટલે મને પણ ગમે. અભિનય ક્ષેત્રની કે ચિત્રપટોની અને વિજ્ઞાપનોની આજકાલ માનસપટ પર ખૂબ અસર થવા માંડી છે. અને એટલા માટે હું પર્સનલી સેલિબ્રિટી, કલાકાર અને એઝ અ હ્યુમિનિસ્ટ એક વસ્તુ ચોક્કસ કહીશ ક્રિએટિવ લોકોને, કે લોકોના મનમાં જ્યારે આપણી વસ્તુઓ સ્મૃતિ બનતી હોય, ભવિષ્ય બનતું હોય.
તો આપણી ડબલ જવાબદારી થઈ જાય કે આપણે સારી રચનાઓ કરીએ. અને વિચારોને સારા વળાંક આપીએ. મનને સારા વિચારો આપે એવું કંઈક આપણે નજરાણું પેશ કરીએ.
તેના ઉપરથી યાદ આવ્યું, મિત્રો. જાગી જાઓ, પૂછો કેમ? તો ૧૭ માર્ચે એટલે કે બે દિવસ પહેલાં ‘નિંદ્રા દિવસ’ ઉજવાયો છે. વિદેશોમાં સ્લીપિંગ ડે તરીકે ઉજવાયો. એની પછળનો બેઝિક આઈડિયા એમ છે કે લેબર ભાઈ બહેનોને એક દિવસ આરામ મળે. અને માણસના શરીર માટે શરીર સારી રીતે ચાલે તે માટે ઊંઘ જરૂરી છે. એ અમે કલાકારો ને પબ્લિક મીડિયા સાથે સંકળાએલા દરેક લોકોને ખબર છે. કારણકે કલાકારોની નીંદરનું મહત્ત્વ બહુ જ હોય છ. ઘણીવાર ઘણા બધા કલાકારો રાતોની રાતો જાગતા હોય નીંદરની કમીના કારણે બીજે દિવસે આવતા હોય તો ઘણા બધા લોકો એમ વિચાર કરે છે કે તમે નશામાં છો? હાહાહા, આપણે તો બોલી દીધું, પણ એવું હોતું નથી. ઘણા બધા કલાકારોની મીડિયા પ્રોફેશનલ્સની ફેવર કરીશ અને સાઇડ લઈશ કે એટલો બધો થાક હોય છે, એટલો બધો ઉજાગરો એટલો માનસિક ત્રાસ હોય છે કે આંખ (પપોટા) જેવી થઈ જતી હોય છે. હાહાહા. એટલેકે આંખો લાલઘુમ થઇ જાય.
ઇન ફ્લાઇટ સ્ટાફ, રિપોટર્સ, જર્નાલિસ્ટ્, મેડીકલ સ્ટાફ. બધા પબ્લિક સર્વિંગ પિપલને નોરમલ લોકો જેવી લકજરી નથી મળતી. ટાઈમિંગ નથી સચવાતા હોતા. ખાવા પીવાના ઉંઘના સમય, ઓવર એગ્ઝરશન કહેવાય. એનું બીજું ઉદાહરણ તમને કહું, ઘરની સ્ત્રી, માતા અને જે ઘરની લીડર હોય છે. શારીરિક, માનસિક બધી રીતે થાક લાગતો હોય. એમ કલાકારો પણ, પબ્લિક ફિગર્સ પણ, સેલિબ્રિટીઝ પણ થાકી જતા હોય છે. લેબરસ જોબ કરતા,મહેનત કરતા લોકો ખરેખર બહુ જ નીચોવાઈ જતા હોય છે. એટલે એ લોકોની મહેનત યાદ રહે માટે આ નિંદ્રા દિવસ ઉજવાય છે.
તમે લોકોએ નીંદર માણી? નહીં?
તો આજે રવિવારનો લાભ લઈ લ્યો અને આરામ કરી લ્યો.
હવે નીંદરમાંથી જાગવાનો સમય આવ્યો છે. આજનો રવિવાર ખૂબ સારી રીતે શાંતિથી વિતાવો. કારણ ૨૨ તારીખે તહેવારનો ત્રિવેણી સંગમ છે. મિત્રો આપણે ત્યાં પર્વને જીવનશૈલી સાથે વૈજ્ઞાનિક રીતે સાંકળેલું છે. જે આપણને કર્મ કરાવે છે. હું જ્યારે ઘરમાં એમ કહુ કે તહેવારને દિવસે પણ કામ? તો પપ્પા હંમેશાં કહે, માણસ સક્રિય રહે અને કુદરત સાથે સંકળાયેલો રહે એટલે જ વડીલોએ પર્વો અને તહેવારો આટલા વિધિસર ઘડ્યા છે. આજકાલ જ્યારે તબિયતના અને વાતાવરણના વાંધા પડી ગયા છે. ત્યારે હવે સનાતનની ધાર્મિક જીવનપદ્ધતિ વિશ્ર્વભરમાં અનુસરાઈ રહી છે. દરેક પોતાના ધાર્મિક પંથ પ્રમાણે પોતાની ધાર્મિક ક્રિયાઓ કરી જ શકે. દરેક ધર્મ એક જ સંદેશ આપે છે. માનવતા, જીવ સુરક્ષા, પરોપકાર, સાત્વિકતા, મૂળ કુદરત સાથે એકરૂપ થવાની વાત.
૧૨ મહિનાના તારીખિયા પ્રમાણે ૨૨ માર્ચ ૨૦૨૩ યુનિવર્સલ એનર્જી, શક્તિઓને માનવજીવન સાથે સાંકળતો ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે. આપણું મરાઠી નવ વર્ષ સુંદર મજાની સવાર લાવવાનું છે.
અનેકતામાં એકતા, વિભિન્નતામાં સુંદરતાનો સંગમ થશે. બધા સાધના કરશે. પૂજા કરશે, દુવા કરશે, ઘર બેઠા માનવતાનો, પ્રેમનો, પ્રયાગરાજ સર્જાશે.ભક્તો ભક્તિ કરશે અને બીજા પ્રસાદ ખાશે. હાહાહા. કહે છેને ભારત દેશની ગંગા જમુની તહેઝીબ છે. ૨૨મી તારીખે ‘ગૂડી પડવા’ છે. રમાદાન શરૂ થાય છે.
ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે. જે ધાર્મિક આત્માઓ છે. એમણે તો તૈયારી કરી જ દીધી હશે. રહ્યા બીજા મારા જેવા હાહાહા…જે ધાર્મિક પણ થોડી સુષુપ્ત પ્રજા હોય. તેઓ આજે વાંચીને આંખો ખોલી દેશે. કારણકે સમર્પણમાં, ધર્મમાં, ત્યાગમાં, બલિદાનમાં અને સંસ્કૃતિમાં એટલી બધી શક્તિઓ હોય છે. જેનાથી આપણી ઉન્નતિ થાય છે. જે આપણે લેવાની હોય છે. આ સમજવા માટે એને જીવવા માટે કાંતો તમે માનવ સેવા પરમો ધર્મ સમજીને જીવો તો સમજાય. કાં તમે ધર્મને સાચી રીતે સમજો તો સમજાય. અને સાચી રીત એટલે પાખંડ નહીં પરમાર્થ. રાઇટ!
પેલું કહે છેને કે ‘નો પ્રેયર ગોઝ અન આનસર્ડ’. એમ જ વાંચન ક્યારેય વ્યર્થ નથી જતું. એટલે આવો, સુંદર મજાનો સંક્ષિપ્ત સાર લઈએ અને વાંચન દ્વારા આંખો ને અંતરાત્મા સાથે આ તહેવારોનો વાર ઉજવીએ. તૈયારીઓ કરીએ. એને આપણા જીવનમાં આદર્શ બનાવીને અનુસરીએ જેથી આપણા જીવનમાં ગૂડી પડવાની સુવર્ણ ઊર્જા વધે. અલ્લાહ રહેમ કરે. માતાજી અરજ સાંભળે. સૂર્ય દેવ સોહામણા રહે. ઓકે!
મિત્રો ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પ્રમાણે ઘણા મહત્ત્વપૂર્ણ તહેવારો અને ઉપવાસો આખા દેશમાં ધામધૂમથી
ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આપણે જાણીએ જ છીએ, નવ વર્ષના આ પર્વને ‘ગૂડી પડવા’ તરીકે ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. તો ચાલો! બ્રહ્માંડના રચયીતા બ્રહ્મા દેવના આશીર્વાદ સાથે આજે વાત કરીએ આવતી કાલના ઉજાસની. જે છે ગૂડી પડવા વિષયે. ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ચંદ્રસોલર હિંદુ તારીખિયા અનુસાર નવા વર્ષની શરૂઆત કરવા માટે ઉજવવામાં આવે છે. જે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે બુધવાર, ૨૨માર્ચ, ૨૦૨૩ છે.
‘ગુડી પડવો’ શબ્દ બે શબ્દોથી બનેલો છે ગુડી કે ધ્વજ (ફૂલો, કેરી અને લીમડાના પાનથી માળાને) કળશથી ઢાંકવામાં આવે છે. પડવો સંસ્કૃત શબ્દ પ્રતિપદ પરથી બન્યો છે. જે શબ્દનો સંદર્ભ છે ચંદ્ર પખવાડિયાનો દિવસ. રંગબેરંગી ડેકોરેશન, ખાસ ગૂડી ધ્વજ, શેરી સરઘસ, નૃત્ય અને મસ્ત મજાની વાનગીઓ સાથે, પૂજાપાઠ સાથે મનાવવામાં આવે છે. આ સમય વસંતના આગમન અને નવા પાકની લણણીનો સમય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન બ્રહ્માએ સમય અને બ્રહ્માંડની રચના કરી હતી તે આ સમય. ગ્રામીણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં, જનસમુદાય એકસાથે શિવ મંદિરમાં ગૂડી કાવડ લઈ જાય છે.
મિત્રો ગૂડી ધ્વજ અનિષ્ટને દૂર કરે છે, ઘરમાં સમૃદ્ધિ અને સારા નસીબને આમંત્રણ આપે છે. એક દંતકથા મુજબ, ગૂડી ધ્વજ રાજા ‘શાલિવાહનની’ જીતનું પ્રતીક છે. જ્યારે તેઓ પૈઠાણ પાછા ફર્યા ત્યારે તેમના લોકો દ્વારા તેને લહેરાવવામાં આવ્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે ગૂડી રાવણ સામે ભગવાન રામની જીતનું પ્રતીક છે અને આ તહેવાર ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા પછી રામના રાજ્યાભિષેકની યાદમાં ઉજવવામાં આવે છે. આટલો બધો મહિમા છે અને મહત્ત્વ છે આ સમયનું.
આ પ્રસંગે લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરે છે અને તેને રંગોળી અને કેરી-લીમડાના પાનથી શણગારે છે. રંગોળી બનાવવામાં આવે છે. નવા શણગાર કરી પરિવાર, મિત્રો અને સંબંધીઓની મુલાકાત લે છે. પરંપરાગત રીતે, પરિવારો લીમડાના ઝાડના કડવા પાંદડા અને મીઠા ગોળનો ઉપયોગ કરીને ખાસ ગૂડી પડવાની વાનગીઓ તૈયાર કરે છે. ગુડી પડવાની વાનગીઓનો કડવો-મીઠો લીમડાના મહોરનો સ્વાદ, જીવનના મીઠા અને કડવા અનુભવોની યાદ અપાવે છે. મહારાષ્ટ્રીયન પરિવારો શ્રીખંડ, પૂરી અથવા પૂરણ પોળી જેવી ટ્રેડિશનલ યમ્મી વાનગીઓ બનાવે છે. અને વિધિ વિધાન સાથે કુદરત સાથે તાલમેળ મેળવે છે.
ચૈત્ર નવરાત્રી અગેઇન તારીખ પ્રમાણે ૨૨ માર્ચ ૨૦૨૩થી શરૂ થશે. પૃથ્વીની મુલાકાત લેશે આદિ શક્તિ જગદંબા. જેમના માટે પૂજામાં શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરવામાં આવશે. ચૈત્ર નવરાત્રિમાં દેવી દુર્ગા નાવડી પર સવાર થઈને આવશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યાં તેમના પ્રસ્થાન માટેનું વાહન ‘ડોલી’ હશે. ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે બે અત્યંત શુભ બ્રહ્મ અને શુક્લ યોગનો સંયોગ પણ થઈ રહ્યો છે, જેમાં માતાજીની પૂજા કરવાથી ફળ પ્રાપ્ત થશે. નવરાત્રી શબ્દ નવ અને રાત્રી એમ બે શબ્દોથી બનેલો છે. જેનો અર્થ થાય છે ૯ રાત. ‘રાત્રી’ શબ્દને સિદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં શક્તિ અને શિવની ઉપાસના માટે ઋષિમુનિઓએ દિવસ કરતાં રાતને વધુ મહત્ત્વ આપ્યું છે. પુરાણો અનુસાર રાત્રે અનેક પ્રકારનાં વિઘ્નો સમાપ્ત થાય છે. રાત્રિનો સમય શાંત રહે છે, આ સાધનામાં ભગવાન સાથેનો સંપર્ક દિવસ કરતાં વધુ અસરકારક છે. આ રાતોમાં દેવીના ૯ સ્વરૂપોની પૂજા કરવાથી વિવિધ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા પૂજાઓ થાય છે.
પહેલે દિવસે, પ્રતિપદા, ઘટસ્થાપના બાદ માતા શૈલપુત્રી પૂજાય છે. બીજે દિવસ માતા બ્રહ્મચારિણી પૂજાય છે. ત્રીજે દિવસે મા ચંદ્રઘંટા પૂજાય છે. ચોથે દિવસે મા કુષ્માંડા પૂજાય છે. તેમને વિધિ વિધાન સાથે પૂજવામાં આવે છે.
મિત્રો આ પાંચમે પગથીએ અલ્પવિરામ લઇને સુંદર સનાતન સત્ય અને ગંગા જમુની તેહઝીબ જીવતું આપણું ભારત કેટલું આલ્હાદક છે. તે આવતો રવિ મળીને નવરાત્રી રમાદાન પર વાત કરીએ અને જ્ઞાનમાં ભીંજાઇએ. ત્યાં સુધી સંસ્કૃતિને આધારે ખીલેલા સમયને માન આપીએ અને સકારાત્મક જીવન આરંભ કરીએ. ખુશ રહીએ. ચૈત્રી નવરાત્રિ તથા રમાદાની જલસેદાર વાતો ચાલુ રાખીશું આવતા સપ્તાહ. ત્યાં સુધી સાધક બની ઉત્સવનું સ્વાગત કરો સચ્ચાઈ ક્યાંક ખોવાઈ નથી મિત્રો! સાચ્ચું કહું છું. ભાઇચારો, આત્મીયતા, કરુણા અને માનવતા રાખીને અનેકતામાં એકતાનું વાતાવરણ ઊભું કરી જ શકાય. ગરમીમાં ભક્તિભાવથી ટાઢક મેળવવાની વાત છે. આપનો સાથ છે. તો વાહ વાહ કયા બાત છે સર્વે મરાઠી મહારાષ્ટ્રીયન ભાઇ બહેનોને વડીલોને બાળકોને સુંદર મજાના યંગ ગર્લ એન્ડ બોય્ઝને. ગૂડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સભી ખુદાકે બંદોકો રમાદાનકા આરંભ મુબારક. માતાના પરમ ભક્તોને ચૈત્ર નવરાત્રિના આરંભની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -