દિલ્હીની જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જામા મસ્જિદ કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલી નિયમાવલીમાં જણાવાયું હતું કે મસ્જિદમાં મહિલાઓ એકલી નહીં આવી શકે, મસ્જિદમાં આવવા માટે પુરુષની હાજરી ફરજિયાત છે. મસ્જિદમાં માત્ર છોકરીઓ કે છોકરીઓના એકલા આવવા પર પ્રતિબંધ છે.
Delhi | Jama Masjid administration issues an order, imposing a ban on the entry of girls/women coming alone or in a group.
PRO Sabiullah Khan says, “There is no restriction on girls/women coming with families, no restriction on married couples either.” pic.twitter.com/V7g5OvZWnh
— ANI (@ANI) November 24, 2022
જામા મસ્જિદ કમિટીના સભ્યે આ અંગે જણાવ્યું હતું કે, અમને એવી ફરિયાદો મળી છે કે છોકરીઓ તેના પ્રેમીને લઈને આવે છે અને અભદ્ર વર્તન કરે છે. આથી આવી મહિલાઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ મહિલા જામા મસ્જિદ આવવા માગતી હોય તો તેણે પરિવાર અથવા પતિ સાથે આવવું પડશે. નમાઝ પઢવા આવનારી મહિલાઓને નહીં રોકવામાં આવે.