અરે! હજુ ગઈકાલે રાત્રે તો તે લગ્નપ્રસંગમાં મળ્યા હતા. આરામથી વાચીત કરી, અમે સાથે પાણીપુરી ખાધી ને આજે સવારે ઉઠીને જોયું તો તેમના મૃત્યુનો મેસેજ…આવું કેમ બને. હજુ તો 35 વર્ષના હતા..તમારી ઓળખાણમાં આવું એકાદ મૃત્યુ થયું જ હશે અને તમને ખરેખર આંચકો લાગ્યો હતો. જીવન કેટલું ક્ષણભંગુર છે, કાલની તો શું, બપોરે મળ્યા હોય અને સાંજે શું થયું હોય તેની પણ ખબર પડતી નથી. આવા ઘણા વિચાર-વાતો તમે કરી અથવા સાંભળી હશે. મોટાભાગના અચાનક થતાં મૃત્યુ હૃદયરોગના કારણે થતાં હોય છે.
આ માટે ઘણા કારણો જવાબદાર છે, પરંતુ મુખ્ય વાત એ હોય છે કે હૃદય સુધી લોહી પહોંચી શકતું નથી અને ક્ષણવારમાં તો દિલ દગો દઈ દે છે. આ માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવે છે, જેમાંનો એક ઉપાય છે સાડાત્રણ મિનિટની ફોર્મ્યુલા. હા, માત્ર સાડાત્રણ મિનિટનું તમારું શિસ્ત ખાસ કરીને 40 વર્ષ ઉપરનાને હૃદયરોગના હુમલાથી બચાવી શકે છે. તો શું છે આ સાડાત્રણ મિનિટની ફોર્મ્યુલા.
શિયાળામાં હૃદયરોગના હુમલાના કિસ્સા વધે છે અને મોટે ભાગે રાત્રે સૂતી વખતે હુમલા થતાં હોવાનું જણાય છે. શિયાળામાં ખાસ કરીને રાત્રે લઘુશંકા માટે જવું પડે તેવી સ્થિતિનું વધારે નિર્માણ થાય છે. જ્યારે પણ રાત્રે ઊંઘમાંથી જાગો અને પાણી-પેશાબ કે અન્ય કામ માટે ઉઠો ત્યારે ફટાક કરતા પલંગ પરથી ઉઠીને દોડો નહીં. સાડાત્રણ મિનિટ રાહ જુઓ. જ્યારે આપણે મધ્યરાત્રિએ જાગીએ છીએ, ત્યારે આપણી ઈસીજીપેટર્ન બદલાઈ શકે છે. તેનું કારણ એ છે કે અચાનક ઉભા થવાથી મગજ સુધી લોહી પહોંચતું નથી અને આપણા હૃદયની કામગીરી બંધ થઈ જાય છે. આ સમયે લોહી જાડું હોવાથી તેને હૃદય સુધી પહોંચતા સમય લાગે છે. તે બહાર ફેંકાવાની શક્યતાઓ પણ છે. આથી …
1. ઊંઘમાંથી જાગતી વખતે ગાદલા પર અડધી મિનિટ સૂતા રહો.
2. આગલી અડધી મિનિટ માટે ગાદલા પર બેસો.
3. આગલી અઢી મિનિટ માટે પગને ગાદલા નીચે ઝૂલતા રહેવા દો.
આ સાડા ત્રણ મિનિટ પછી તમારું મગજ લોહી નીકાળ્યા વિના નહીં રહે અને હૃદયની ક્રિયા પણ બંધ નહીં થાય! તેનાથી અચાનક થતા મૃત્યુમાં પણ ઘટાડો થશે.
આ સાથે સ્વાભાવિક રીતે નિદ્રાવસ્થામાંથી બહાર નીકળી સ્વસ્થ થઈને ઊભા થઈએ તો પડવા કે અથડાવાની ઘટના પણ રોકી શકાય છે. આપણું શરીર તેના નિત્યક્રમ મુજબ કામ કરે છે, આપણે ફરજિયાતપણે તેમની સિસ્ટમને અનુરૂપ રહેશું તો જ સ્વસ્થ રહેશું.