કાંદા ઉત્પાદક ખેડુતો હાલમાં દેશમાં મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. દિવસે દિવસે કાંદાની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે જેને કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. સોલાપુર બજાર સમિતિમાં 10 ગૂણી કાંદાનું વેચાણ કર્યા બાદ ખેડૂતોને માત્ર બે જ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતાઅને એમાં પણ આ પૈસા ચેકથી આપવામાં આવ્યા હતા.
રાજેન્દ્ર તુકારામ ચવ્હાણ નામના ખેડૂત સાથે આ ઘટના બની હતી. આ બાબતે સ્વાભિમાની શેતકરી સંઘટનાના પ્રમુખ રાજુ શેટ્ટીએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. બેશરમ વેપારીને બે રૂપિયાનો ચેક આપવામાં પણ શરમ નહીં આવી કે, રાજકારણીઓ જરા તો શરમ-લાજ રાખો, ખેડુતો આવી સ્થિતિમાં કઈ રીતે જીવવું એ તમે જ જણાવો.
ખેડૂતો પહેલાંથી જ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, એવામાં હવે ફરી એક વખત કિંમતમાં ઘટાડો થતાં ખેડૂતોને નુકસાથ થઈ રહ્યું છે. સોલાપુર જિલ્લાના બાર્શી ખાતે ખેડૂત રાજેન્દ્ર તુકારમ ચવ્હાણે સોલાપુર માર્કેટ યાર્ડમાં 17 ફેબ્રુઆરી આસપાસ પાંચસો કિલો કાંદા વેચ્યા હતા. સૂર્યા ટ્રેડર્સના વેપારીએ 10 ગુણી કાંદા વેચવા માટે બે રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને એ પણ ચેકથી. બજાર સુધી ગાડીમાં કાંદા લઈ આવવા, હમાલી વગેરેના પૈસાને બાદ કરીએ તો ખેડૂત પાસે માત્ર 2 જ રૂપિયા બાકી રહ્યા હતા. વેપારીએ આ બે રૂપિયાનો ચેક આપીને ખેડૂતની મશ્કરી કરી છે એવો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે.
રાજેન્દ્રને 10 ગુણી કાંદા વેચવા માટે 512 રૂપિયા આપવામાં આવ્યા હતા જેમાંથી 510 જેટલા રૂપિયા તો ટ્રાન્સપોર્ટેશન, હમાલી એમ અલગ અલગ ખર્ચ માટે ચૂકવવા પડ્યા હતા અને આ બધી ચૂકવણી બાદ ખેડૂત પાસે માત્ર બે જ રૂપિયા બાકી રહ્યા હતા. રાજુ શેટ્ટીએ ટ્વીટ કરીને આખી ઘટનાનો વિરોધ કર્યો હતો.