એકતરફી પ્રેમમાં પાગલ યુવાનો પોતાની મનપસંદ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાનો જઘન્ય અપરાધ કરે છે. આ અપરાધ બાદ તેઓ તો જેલમાં જાય છે, પરંતુ યુવતીના પરિવાર પાસે જીવનભર નિસાસા નાખવા સિવાય કંઈ રહેતું નથી. મહેસાણાના વડસ્મા નજીક ફાર્મસી કૉલેજમાં વિદ્યાર્થિનીના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તિતિક્ષાની હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ આંચકાજનક ખુલાસો થયા બાદ પરિવાર સહિત કોલેજના વિદ્યાર્થીઓ-સ્ટાફ વધારે દુઃખ અનુભવી રહ્યા છે.
તિતિક્ષા નામની વિદ્યાર્થીનીએ આપઘાત નહોતો કર્યો પણ તેની હત્યા કરાઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હત્યાને અંજામ આપનારો શખ્સ તેનાં કોલેજનું હોવાનું પણ જાણવા મળ્યું છે. જ હોવાનું સામે આવ્યું છે.
આરોપી વિદ્યાર્થી પ્રવિણ ગાવિત તિતિક્ષાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. તે તિતિક્ષાને કૉલેજની નવી બની રહેલી રિસર્ચ લેબના રૂમ નંબર-2માં લઈ ગયો હતો. ત્યારબાદ તિતિક્ષાનું મોઢું અને નાક દબાવી દઈને હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક અનુમાનના આધારે પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો હતો. જોકે બાદમાં તપાસ કરતા હત્યા થયાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી પ્રવિણ ગાવિત સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કડક કાર્યવાહિ હાથ ધરી છે.
ગુજરાતમાં અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે અને ગુનેગારોને સજા પણ થઈ છે, તેમ છતાં યુવાનો નિયંત્રણમાં રહેતા નથી. નિષ્ણાતો આનું એક કારણ પુરુષનો અહમ જણાવે છે. પોતાની ઈચ્છા પ્રમાણે યુવતી ન વર્તે કે સંબંધનો સ્વીકાર ન કરે તો તેમના અહમને ઠેસ પહોંચે છે.