Homeઆમચી મુંબઈપોલીસ ભરતીમાં એક જગ્યા ટ્રાન્સજેન્ડર માટે અનામત રાખવી પડશે!

પોલીસ ભરતીમાં એક જગ્યા ટ્રાન્સજેન્ડર માટે અનામત રાખવી પડશે!

મુંબઈ: પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (પીએસઆઈ)ની પોલીસની એક જગ્યા અનામત રાખવાનો મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (એમએટી)ની મુંબઈ ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે.
ટ્રિબ્યુનલનાં ચેરપર્સન તરીકે નિવૃત્ત થનારાં ન્યાયાધીશ મૃદુલા ભાટકરે સોમવારે આદેશ આપતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ૨૦૧૪માં જે ચુકાદો આપ્યો હતો, જે તમામ રાજ્ય સરકારો માટે અનિવાર્ય છે, જેમાં તમામ જાહેર નિમણૂકો માટે ટ્રાન્સજેન્ડર્સ માટે અનામત રાખવાનું જણાવ્યું હતું. વિનાયક કાશીદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની ટ્રિબ્યુનલ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ને એક ટ્રાન્સજેન્ડરના ઉમેદવારના રૂપમાં પીએસઆઈના અરજી કરવા સંબંધમાં મંજૂરી માગવામાં આવી હતી. ટ્રિબ્યુનલ કોર્ટે મંગળવારે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. આ વર્ષે ઑગસ્ટ મહિના દરમિયાન ટ્રિબ્યુનલે મહારાષ્ટ્ર સરકારને સરકારી કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રાન્સજેન્ડર માટે જગ્યાની જોગવાઈ કરવા અંગેની નીતિ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.
(પીટીઆઈ)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -