એસ. રાજામૌલીની ફિલ્મ RRRના ગીત નાટુનાટુએ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યા બાદ હવે ફરી એક વખત ભારતનું નામ રોશન કરવાનું કામ કર્યું છે. આખી દુનિયામાં આ ફિલ્મનો ડંકો વાગી રહ્યો છે અને હવે આ ફિલ્મે બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ માટે ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ પોતાના નામે કર્યો છે.
ક્રિટિક્સ ચોઈસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડર પર આ વાતની ઘોષણા કરવામાં આવી છે. આ કેટેગરીમાં એસ રાજામૌલીની આ ફિલ્મે ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટ ફ્રન્ટ, આર્જેન્ટિના 1985, બાર્ડો, ફોલ્સ ક્રોનિકલ ઓફ એ હેન્ડફુલ ઓફ ટ્રુથ્સ, ક્લોઝ અને ડિસીઝન ટુ લીવ જેવી ફિલ્મો સાથે થયો હતો. પણ આ બધી ફિલ્મોને પાછળ મૂકીને RRRએ મેદાન માર્યું હતું અને બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
Congratulations to the cast and crew of @RRRMovie – winners of the #criticschoice Award for Best Foreign Language Film.#CriticsChoiceAwards pic.twitter.com/axWpzUHHDx
— Critics Choice Awards (@CriticsChoice) January 16, 2023
ક્રિટિક્સ ચોઈસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર એસ. રાજામૌલીનો એક વીડિયો પણ શેયર કરવામાં આવ્યો છે જેમાં તે ટ્રોફી પકડીને ઉભેલા દેખાય છે અને તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ માત્ર એસ. રાજામૌલી કે RRR ફિલ્મ માટે જ નહીં પણ સંપૂર્ણ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગૌરવની ક્ષણ છે.
Cheers on a well deserved win @RRRMovie 🥂! pic.twitter.com/f3JGfEitjE
— Critics Choice Awards (@CriticsChoice) January 16, 2023
આ પહેલાં લોસ એન્જેલસમાં યોજાયેલા 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફંક્શનમાં RRR ફિલ્મે ઈતિહાસ રચ્યો હતો અને ફિલ્મના નાટુનાટુ ગીતે બેસ્ટ ઓરિજનલ સોન્ગનો એવોર્ડ જિત્યો હતો.