Homeઉત્સવમાણસબાગની ટૂર ઉપર

માણસબાગની ટૂર ઉપર

આજે આટલું જ -શોભિત દેસાઈ

કપરો કાળ હતો એ ઈજ્ઞજ્ઞિક્ષફનો… ૭મી કે ૮મી એપ્રિલ, ૨૦૨૨… આવા ધમધોકાર પાગલ ટ્રાફિકવાળા શહેરમાં ચકલા સિવાય કૈં ન ફરકે, એ ય ધોળે દિવસે… ટ્રેનો કાં તો બંધ અથવા ખાલી. લોકો સંપૂર્ણપણે ટેલિવિઝનને આશરે, બરબપોરે ભેંકાર. એ દિવસોમાં એક કમાલ થઈ ગઈ. એવી કવિતા આવી કે જેણે આવા ઠજ્ઞિવિંહયતત સમયને ઙશિભયહયતત બનાવી દીધો. એ કવિતાની ત્રીજી ફક્ષક્ષશદયતિફિુ આવવામાં છે. તો મને થયું આ કવિતા એક વખત ‘મુંબઈ સમાચાર’ના જ શિશુ વિભાગમાં તો આવી જ ગઈ છે, પણ એ વખતે છાપાં બંધ થઈ ગયેલા એટલે ઈંક્ષયિંક્ષિયિં પરથી તો કેટલાયે વાંચી હોય! તો આજે એ કવિતા પાછી મૂકું એ પહેલાં….
પરમાત્મા એ શિશુવય ઉપર કારણ વગર પ્રસન્ન થઈ જવાના આશીર્વાદ વરસાવ્યા છે, અને પ્રસન્નતાની આદ્યાક્ષરી મુદ્દા છે સ્મિત… ખિલખિલાટ હાસ્ય. ખૂબ તકલીફમાં હો ત્યારે કૃત્રિમ તો કૃત્રિમ, થોડું હસી જોજો. એ જ ક્ષણથી તકલીફો ઓછી થવા માંડી છે એવું લાગશે. બાળકપણું યથાવત્ રાખીને ભવસાગર કુશળતાથી તરી જતાં થોડા તરવૈયાઓને તો હું મળ્યો પણ છું, મુક્ત હાસ્યથી કાયમ જિંદગીને સજાવતા સમૃદ્ધ, સફળ મહામાનવો મેં અનુભવ્યા છે. પ્રૌઢ અને વડીલ હંમેશાં જો યાદ રાખે કે પોતે એક વખત બાળક રહી ચૂક્યા છે તો એ ચીરયુવાન ન રહે તો જ નવાઈ. કોરોનાના કેરને આપણા પ્રૌઢ, વૃદ્ધ કે ગંભીર ખોળિયામાંથી શિશુની નજરે નિહાળીએ તો કોરોનાનો કેર આનંદ ન આપે તો જ આશ્ર્ચર્ય… ચાલો, થોડા બાળક બનીએ…
પૂરાઈ ચાલ્યા ઘરમાં, માલિક-નોકર-રાજા-રાણીઓ
આજ નિરાંતે નીકળ્યા જોવા મુંબઈ ુજ્ઞજ્ઞના પ્રાણીઓ
છે વિશ્રામ જગતને, કેવળ વ્યસ્ત બહુ છે કોરોના
દોરા-ધાગા શાંત અને ચૂપ માદળિયા – જાદુ ટોના
મૂછ મરડતા ચાલાકો આજે પિંજરમાં પેઠા છે.
ગતિ વિનાના સૌ માણસ થડકાથી ઘરમાં બેઠાં છે.
મહામારીએ લોકડાઉનના થોડા દિવસો ભાખ્યા છે
રાણીબાગના સૌ દરવાજા એણે ખોલી નાખ્યા છે
સામૈયામાં શ્ર્વાન ઊભા છે, સૌની સામે હસતા જી
કોઈ સૂરીલા સ્વાગત-ગીતને લલકારે છે ભસતા જી
એક્વેરિયમથી મરીન ડ્રાઈવના પથરા માછલી તરતી જાય
છલાંગ મારી પહોંચે દરિયે, મુક્તિ શ્ર્વાસે ભરતી જાય
ચર્ચગેટથી વિરાર વચ્ચે વાનરસેના કૂદે છે
સેન્ટ્રલમાં વી.ટી.થી લઈ થાણા – કલ્યાણને ખૂંદે છે
ઉદાર દિલના બિલ્લી માસી સ્વભાવગત કરતાં: મ્યાઉં
અરોધક વિનાનો ઘોડો ઈજ્ઞક્ષરીતય છે કે ક્યાં જાઉં….
પબ્લિક-નળની નીચે બેસી વરુ બદનને ચોળે છે
દર્પણ જેવી સડક જોઈને વાળ મજાના ઓળે છે
રણનું આદિ ઊંટ બિચારું ડામર પર તરફડતું રે
વગર રેતના ભેંકારે ટેવાવું ભારે પડતું રે
હાથી ભાઈને સાઠ ફૂટના રસ્તા ટૂંકા પડતા જાય
ડાબે-જમણે કૈં ના જાણે ઉશદશમયિ ને કચડતા જાય
ઊંચી ઈમારત જોઈ વાદ્યને થાતું: ‘આ તો ફોરીન છે!’
ઝાડ વગરનું જંગલ જોઈ વાઘણ મામી રંગીન છે.
સિંહ બજાવે છે તાલી, સિંહણને થાતા ગલગલિયા
વગર ઙજ્ઞહહીશિંજ્ઞક્ષ ખીલી ઉઠ્યાં છે વૃક્ષો-ઉદ્યાનો-કલિયાં
સડક ઉપર આયાત કરેલું ડાયનાસોર મળી આવે
દાદરથી ઓપેરા-હાઉસ લાંબું એ નીકળી આવે
પ્રાણી-સરઘસ જોઈ માસૂમ ઉમ્મર તાળી પાડે છે
ઢોલ – નગારા – શંખની વાતો માણસ મનમાં માંડે છે.
સિમેન્ટના વગડામાં પ્રાણી ચાલે છે ને ભાગે છે
મને ગમ્યું છે ઘણું ચિત્ર આ, તમને કેવું લાગે છે?!
આજે આટલું જ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -