ચૈત્ર પૂર્ણિમાના દિવસનું હિંદુ ધર્મમાં આ દિવસનું ખાસ મહત્ત્વ છે. એટલું જ નહીં પણ આ દિવસે ભગવાન સત્ય નારાયણની કથા સાંભળવાની બાબતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર પૂર્ણિમાનું વ્રત આજે એટલે કે 5મી એપ્રિલે મનાવવામાં આવી રહ્યા છે. જોકે, ઉદયતિથિ અનુસાર, ઘણા લોકો તેને 6 એપ્રિલે પણ ઉજવી રહ્યા છે.
ચૈત્ર પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે અને આ બંને મહત્ત્વના કાર્ય આવતીકાલે એટલે કે 6 એપ્રિલના જ કરવામાં આવશે. આ દિવસે ચંદ્ર ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે અને રાત્રે તેમને અર્ધ્ય આપવામાં આવે છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવાથી તેની સાથે જોડાયેલા દોષો દૂર થાય છે, એવું પણ કહેવાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને જીવનમાં સુખ-શાંતિનું આગમન થાય છે. આ નિમિત્તે આપણે ચૈત્ર પૂર્ણિમાના શુભ મૂહૂર્ત જાણી લઈએ…
ચૈત્ર પૂર્ણિમાનો શુભ સમય
ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ 5 એપ્રિલ 2023ના રોજ સવારે 09.19 કલાકે શરૂ થઈને બીજા દિવસે 6 એપ્રિલ 2023ના રોજ સવારે 10.04 કલાકે સમાપ્ત થશે.
ચૈત્ર પૂર્ણિમાનાચંદ્રોદયનો સમય
ચૈત્ર પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાની રાત્રે ચંદ્ર દેવ અમૃત વરસાવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આજે ચૈત્ર પૂર્ણિમાના રોજ ચંદ્રોદયનો સમય સાંજે 6.15 છે. આ સમયે ચંદ્રનું રુદન અર્ઘ્ય આપવામાં આવશે.
પૂર્ણિમાના દિવસે આ રીતે કરો ચંદ્ર ભગવાનની પૂજા
પૂર્ણિમાના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવાની વિધિ છે. શાસ્ત્રો અનુસાર ચૈત્ર પૂર્ણિમાની રાત્રે ચંદ્ર ઉદય થયા બાદ ચંદ્રને જળ અને દૂધનો અર્ઘ્ય ચઢાવવો શુભ માનવામાં આવે છે. જેના કારણે ચંદ્રદેવની કૃપા વરસે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવના દર્શન કર્યા બાદ ઓમ સો સોમાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે.પૂર્ણિમા પર ચંદ્રોદય પછી ચંદ્રદેવને કાચા દૂધમાં સાકર અને ચોખા ભેળવી અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે તે સ્વાસ્થ્યનું વરદાન આપે છે.