સમુદ્રમાં સૌથી ઊંડે માછલી શોધવાનો વૈજ્ઞાનિકોએ બનાવ્યો રેકોર્ડ
દરિયાના પેટાળમાં આઠ કિલોમીટરથી વધુ ઊંડાણમાં (પેટાળ)માં તાજેતરમાં વૈજ્ઞાનિકોએ સ્નેલફિશ નામની માછલીઓ જોવા મળી હતી. આ માછલીના નામે રેકોર્ડ પણ છે અને એ જાપાન નજીકના દક્ષિણ પૂર્વ ઈજુ-ઓગાસાવરા ટ્રેન્ચના અંદર સમુદ્રના પેટાળમાં જોવા મળી હતી. આ રોબોટિક દરિયાઈ ડ્રોને ઉપરથી વૈજ્ઞાનિક કંટ્રોલ કરી રહ્યા હતા ત્યારે અચાનક 8,336 મીટર એટલે 27,349 ફૂટના ઊંડાણના એક કેમેરાએ આ માછલીને જોઈ હતી. કેમેરાની નજીક આવીને ગુલાબી મોંઢા પરની બે આંખોને પણ બતાવી હતી.
એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે કોઈ પણ માછલી 8,200 મીટરથી 8,400 મીટરની વચ્ચે સર્વાઈવ કરી શકતી નથી, પરંતુ આ માછલી જોવા મળતા આશ્ચર્ય થયું છે. સામાન્ય રીતે સ્નેલફિશ 6,000થી 11,000 મીટરના ઊંડાણમાં રહે છે, જ્યાં પ્રકાશ પણ હોતો નથી, એવો દાવો કર્યો હતો.

કેમેરા એક માછલીને જોયા પછી દરિયાના ડ્રોનમાં નાખવામાં આવેલા કેમેરાએ અનેક માછલીને જોઈ હતી અને એને જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. વાસ્તવમાં આ માછલી સ્નેલફિશ છે, જ્યારે તેની મૂળ પ્રજાતિનું નામ સ્યૂડોલિપેરિસ બેલાવી છે. સામાન્ય રીતે આ માછલી જાપાનમાં જોવા મળે છે. જાપાનના દરિયાના પેટાળમાં 8,022 મીટરની નીચે હોય છે, પરંતુ આ વખતે ઊંડાણ વધારે હતું. અગાઉ 8,178 મીટરની નીચેથી જોવા મળી હતી, જે મરિયાના ટ્રેન્ચમાં જોવા મળી હતી, પરંતુ આ રેકોર્ડ તો સ્નેલફિશના નામે છે. દરિયાના આટલા ઊંડા પેટાળમાં સર્વાઈવ કરવાનું પણ મુશ્કેલ હોય છે, પરંતુ માછલીઓ જોવા મળતા વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થયું છે.
View this post on Instagram
મિંડરુ યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ડીપ સી રિસર્ચ સેન્ટર અને ટોકિયો યુનિવર્સિટી ઓફ મરીન સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકો બે મહિનાના દરિયાઈ સંશોધન પર નીકળ્યા હતા અને સંશોધન કરી રહ્યા હતા ત્યારે તેમને આ શોધ કરી રહ્યા હતા. દરિયાના પેટાળમાં સૌથી પહેલી વાર સ્નેલફિશ જોવા મળી છે. દુનિયામાં સ્નેલફિશની 400 પ્રજાતિ છે. ડીપ સી રિસર્ચ સેન્ટરના પ્રાધ્યાપકે કહ્યું હતું કે આટલા ઊંડાણમાં રહેતી માછલીઓ કાળી, કદરુપી, તીક્ષ્ણ અને મોટા દાંત અને નાની આંખોવાળી હોય છે, પરંતુ માછલીઓ તો ગુલાબી રંગની છે. દરિયાના પેટાળમાં આઠ કિલોમીટર નીચે જવાનો અર્થ છે કે જમીનની સપાટી કરતા 800 ગણું વધારે છે. માછલી માટે આટલા નીચે દબાણમાં રહેવાનું/જીવવાનું ખૂબ મુશ્કેલ છે.