Homeસ્પેશિયલ ફિચર્સOMG Google પર્મનેન્ટલી ડિલિટ કરશે આટલા એકાઉન્ટ્સ

OMG Google પર્મનેન્ટલી ડિલિટ કરશે આટલા એકાઉન્ટ્સ

જોઈ લો તમારું તો નથી ને?

હેડિંહ વાંચીને જ ચકરાઈ ગયા ને? પણ આ હકીકત છે અને જો તમારું પણ Gmail એકાઉન્ટ છે, અને તમે બે વર્ષ કરતાં વધુ સમય સુધી એનો ઉપયોગ નથી કર્યો તો Google તમારું એકાઉન્ટ ડિલીટ કરી નાખશે. કંપનીએ હાલમાં જ તેની પોલિસી અપડેટ કરી છે.

હવે, ગૂગલે વપરાશકર્તાઓને 24 મહિનાના સમયગાળમાં જ તેમના એકાઉન્ટમાં લૉગ ઈન કરવા અને તેમના જૂના Google એકાઉન્ટની સમીક્ષા કરવાની ભલામણ કરી છે. આ પહેલાં ગૂગલની પોલિસી એવી હતી કે જો એકાઉન્ટમાં રહેલો ડેટા બે વર્ષથી વધુ સમય સુધી ઓપરેટ નહીં થયો હોય તો તેને ડિલીટ કરી શકાય છે. આ સાથે સાથે જ Google તેની સર્વિસને વધારે બહેતર બનાવવાનું લક્ષ્ય રાખે છે, જેથી એક્ટિવ યુઝર્સને વધુ સ્પેસ મળી શકે.

ગૂગલે પોતાની એક બ્લોગ પોસ્ટમાં આ બાબતની માહિતી આપતા લખ્યું હતું કે ‘આ વર્ષના અંત સુધીમાં, જો ઓછામાં ઓછા 2 વર્ષથી Google એકાઉન્ટનો ઉપયોગ અથવા સાઇન ઇન કરવામાં આવ્યું નથી, એવા એકાઉન્ટ અને તેની સામગ્રીને કાઢી નાખી શકીએ છીએ. આમાં Google Workspace (જેમ કે Gmail, Docs, Drive, Meet, Calendar), Google Photos, YouTube અને અન્ય સામગ્રી સમાવેશ થઈ શકે છે.’

આ નવી પોલિસી ડિસેમ્બર સુધી લાગુ કરવામાં આવશે નહીં, જેનો અર્થ એવો થાય છે કે જે યુઝર્સ હજી સુધી Gmail પર એક્ટિવ નથી તેમની પાસે તેમના જૂના એકાઉન્ટ રિટ્રાઈવ કરવાનો હજી સમય છે.

Google વિવિધ પ્રોસેસ, એક્ટિવિટીને આધારે એકાઉન્ટ પ્રવૃત્તિને ટ્રેક કરે છે જેમ કે ઇમેઇલ વાંચવા અથવા મોકલવા, Google ડ્રાઇવનો ઉપયોગ કરવો, YouTube વિડિઓઝ જોવી, Google Play Storeમાંથી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવી, સર્ચ કરવું કે પછી થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા સર્વિસ માટે Google સાથે સાઇન ઇન કરવું આ એકાઉન્ટનો ઉપયોગ કરીને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -