ગુસ્સો કે આવેશમાં આવી આપણે ગમે ત્યારે ગમે તે બોલી દઈએ છીએ કે કરી લઈએ છીએ, પરંતુ ક્યારેક આ ક્ષણવારના આવેશમાં આવીને જો ભાન ભૂલાઈ જાય તો જીવનભરના પસ્તાવા સિવાય કંઈ કરી શકાતું નથી. ગુજરાતના વાપી શહેરમાં બનેલો એક કિસ્સો આ વાતને સાચી પુરવાર કરે છે.
અહીં મોટા ભાઈએ નાનાભાઈની હત્યા કરી પરિવાર માટે મોટી ઉપાધી ઊભી કરી દીધી છે. તેના કરતા પણ આ હત્યાનું કારણ જાણી વધારે નવાઈ લાગશે અને સમજાશે કે ક્ષણવારનો આવેશ કેવી મોટી સમસ્યા સર્જી શકે છે.
વાપીમાં શિલ્પેશ પટેલના નામના શખ્શની હત્યા થઈ હતી અને ગણતરીના કલાકોમાં પોલીસે મોટા ભાઈ સિચનને પકડી પણ લીધો. સચિને જ્યારે હત્યાનું કારણ કહ્યું ત્યારે પોલીસ પણ અચંબામાં પડી ગઈ. સચિનના કહેવા અનુસાર તેની પતિરાઈ બહેનને કોઈ છોકરા સાથે સંબંધ હતો જે તેને પસંદ ન હતો. આથી મોડી રાત્રે તે ભાઈ શિલ્પેશના ઘરે ગયો. આ સમયે શિલ્પેશન પરિવાર સાથે ઊંઘી ગયો હતો. અચાનક નિંદરમાં જાગેલા શિલ્પેશને સિચને કહ્યું કે તે બહેનના પ્રેમીને પાઠ ભણાવવા માગે છે આથી શિલ્પેશ પણ તેની સાથે આવે. શિલ્પેશે આવવાની ના પાડી અને નિરાંતે વાત કરી નક્કી કરીશું તેમ જણાવ્યું, પણ સચિન માટે ભૂત સવાર હતું. તેણે શિલ્પેશને તાણ કરી અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ તેમાં સચિને ભાઈને જ હથિયાર વડે મારી નાખ્યો. સામાન્ય પરિવારે એક સાથે બે દીકરા ગુમાવ્યા જેવી સ્થિતિ થઈ છે. એક દીકરો મૃત્યુ પામ્યો જ્યારે બીજાએ લાંબો સમય જેલમાં રહેવાનો વારો આવશે.
આથી સાધુસંતો કહે છે કે જેઓ પોતાના ક્રોધ પર કાબૂ મેળવી લે છે તેઓ અડધી લડત જીતી લે છે.