Homeઆમચી મુંબઈહે ભગવાન! એમપીએસસીની પરીક્ષાની એક લાખ હોલ ટિકિટનો ડેટા લીક, પ્રશાસન હરકતમાં...

હે ભગવાન! એમપીએસસીની પરીક્ષાની એક લાખ હોલ ટિકિટનો ડેટા લીક, પ્રશાસન હરકતમાં…

મુંબઈઃ એમપીએસસી (મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન)એ પૂર્વ પરીક્ષાના હોલ ટિકિટની પરીક્ષા પૂર્વે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ જવાને કારણે પ્રશાસન હરકતમાં આવી ગયું છે. ટેલિગ્રામ નામની એપ પર લાખો વિદ્યાર્થીઓની સંવેદનશીલ માહિતી તથા તેમના પ્રવેશપત્રનો ડેટા લીક થયો હોવાની માહિતી આપવામાં આવી છે. આ માહિતી અનુસાર આ ટેલિગ્રામ ચેનલ પર લગભગ એક લાખ વિદ્યાર્થીની હોલ ટિકિટ સહિત વ્યકિતગત માહિતી પણ લીક થઇ હોવાથી પ્રશ્નપત્રો પણ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંદર્ભે મહારાષ્ટ્ર લોકસેવા આયોગે તાત્કાલિક ખુલાસો કરવાની ફરજ પડી હતી.

એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ ટેલિગ્રામ ચેનલ પર લગભગ એક લાખ વિદ્યાર્થીના હોલ ટિકિટનો ડેટા લીક થયો છે. આ તો માત્ર નૂમનો છે. અમારી પાસે તો MPSCના તમામ વિદ્યાર્થીઓની માહિતી પણ છે. આવો દાવો ટેલિગ્રામ ચેનલ પર તૈયાર કરવામાં આવેલ ગ્રૂપ પર કરવામાં આવ્યો છે. આ માહિતીમાં વિદ્યાર્થીઓનું ઓનલાઇન પોર્ટલ લોગ-ઈન, ફી રિસિટ, અપલોડ કરવામાં આવેલ જરુરી દસ્તાવેજો, આધારકાર્ડ ક્રમાંક, ફોન નંબર, ઇ-મેલ આઇડી તથા એવું ઘણું બધું ઉપલબ્ધ છે. આ સિવાય પૂર્વ પરીક્ષાના પેપર 2023 પણ ઉપલબ્ધ છે.

આ અંગે એમપીએસસીએ એક ટ્વીટ મારફતે ખુલાસો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર લોકસેવા આયોગ દ્વારા 30મી એપ્રિલ 2023ના રોજ આયોજિત વિષયવાર પરીક્ષા પ્રમાણે પરીક્ષાની હોલ ટિકિટ 21મી એપ્રિલ 2023ના રોજ આયોગના ઓનલાઇન પોર્ટલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાંથી બાહ્ય લિંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ હોલ ટિકિટ એક ટેલિગ્રામ ચેનલના ગ્રૂપ પર પ્રસિદ્ધ કરવામાં આવી હોવાની વાત આયોગના ધ્યાનમાં આવી છે. આ વાતની જાણ થતાં જ બાહ્ય લિંક દ્વારા હોલ ટિકિટ આપવાની સુવિધા બંધ કરવામાં આવી છે.

આ ચેનલ પર ઉમેદવારોની હોલ ટિકિટ ઉપરાંત બીજો કોઇ ડેટા લીક થયો નથી એવી આયોગ દ્વારા ખાતરી કરવામાં આવી છે. ઉપરાંત, આ ચેનલ પાસે વિદ્યાર્થીઓનો પર્સનલ ડેટા કે પછી પરીક્ષા પેપર લીક થયો હોવાના દાવાને આયોગે ફગાવી દીધો હતો.

આયોગે એમ પણ જણાવ્યું હતું કે આયોગના ઓનલાઇન પોર્ટલ પરથી ડાઉનલોડ કરવામાં આવેલ હોલ ટિકિટના આધારે જ ઉમેદવારોને પરીક્ષા હોલમાં એન્ટ્રી મળશે. હોલ ટિકિટનો ડેટા લીક કરનાર એડમિન સામે સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાથી આ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે. ઉમેદવારોને જણવાવામા આવે છે કે પરીક્ષા પૂર્વ નિયોજીત સમય અને તારીખે જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -