વોટ્સએપ એ આજકાલની મોસ્ટ પોપ્યુલર ચેટિંગ એપ બની ગઈ છે અને ટ્રેનમાં, ઘરમાં કે તમારી આસપાસમાં રહેલી દર બીજી-ત્રીજી વ્યક્તિ મોબાઈલમાં વોટ્સએપ પર કોઈને કોઈ સાથે વાત કરતી કે પછી આવેલા સેંકડો ફોર્વર્ડ્સ વાંચતી જોવા મળશે. પણ શું તમને ખબર છે કે તમારી એક નાનકડી એવી ભૂલ અને તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક થવામાં કારણરુપ બની શકે છે??? બટ ડોન્ટ વરી અમે અહીં તમને જણાવીશું કે કઈ રીતે એક સેટિંગને ઓફ કરીને તમે તમારા એકાઉન્ટને હેક થતું બચાવી શકો છો. આવો જોઈએ શું છે આ સેટિંગ-
વોટ્સએપ ખૂબ જ પોપ્યુલર સોશિયલ મીડિયા એપ છે અને આ જ કારણસર તે હંમેશા સ્કેમર્સની રડારમાં હોય છે. જો તમારે આ સ્કેમર્સથી બચવું હોય તો તરત જ તમારી વોટ્સએપ સેટિંગમાં જઈને ઓટો ડાઉનલોડ મીડિયાની સેટિંગ ઓફ કરી દો. એક રિપોર્ટ પ્રમાણે સ્કેમર્સ GIF ઈમેજના માધ્યમથી પણ ફિશિંગ એટેક એટેમ્પ્ટ કરી રહ્યા હતા. આનું નામ છે GIFShell…
જોકે, એક રાહતની વાત એ છે કે આ એરરને ફિક્સ કરી દેવામાં આવ્યો છે, પણ તેમ છતાં જોખમ હજી ટળ્યું નથી. તમારી એક ભૂલ અને તમારું આખેઆખું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ શકે છે. ઘણા યુઝર્સના મોબાઈલમાં મીડિયા ઓટો ડાઉનલોડનું ઓપ્શન ઓન જ હોય છે. જેને કારણે કોઈ પણ અજાણ્યા નંબર કે લોકો પાસેથી આવનારા ફોટો, વીડિયો, GIF ઈમેજ ફોનમાં ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જાય છે. એટલે જ સૌથી પહેલાં આ સેટિંગ ઓફ કરી દો. આનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ તમારા ફોનમાં ફિશિંગ એટેક પ્લાન્ટ કરી શકે છે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે….