Homeઉત્સવમીમ-મહારાજા અને રમૂજી કમેન્ટના રાજા એવા ઝેવિયરને ઓળખ્યો?

મીમ-મહારાજા અને રમૂજી કમેન્ટના રાજા એવા ઝેવિયરને ઓળખ્યો?

કેન્વાસ -અભિમન્યુ મોદી

સોશિયલ મીડિયામાં મિમ્સનું સામ્રાજ્ય અકબંધ છે. અચાનક ઉદ્ભવેલા અને જનમાનસમાં પ્રસ્થાપિત થયેલા મિમ્સના વિકાસ અને સંવર્ધનમાં ભારતનો મોટો ફાળો છે. દેશના ૯૦% જુવાનિયાઓ બે લીટીમાં ટૂંકો પણ અસરકારક કારક વ્યંગાત્મક જોક તૈયાર કરે અને જે વાંચે એ પણ તેને વાયરલ કરે, આવા જ એક મિમ્સની દુકાન સોશિયલ મીડિયામાં અસ્તિત્વ ધરાવે છે. તેના આઈ ડીનું નામ પકાલુ પપીતો છો. જે અનુસંસ્કરણ ઝેવિયર સ્વરૂપે થયું અને આજે તો ઝેવિયરના પપ્પા, મમ્મી, એક્સ ગર્લફ્રેન્ડ,ફૈબા, મોટા ભાઈની વાઈફ સહિતના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં જોવા મળે છે. તેની દરેક પોસ્ટ એટલી હદે તર્કસંગત અને રમૂજી હોય કે તેને વાંચીને એક વાર તો અચૂક હોઠ મલકે. તો કોણ છે એ પકાલુ પપીતો?
ઘણાં ભારતીય બાલિશ યુ-યુબર અને લોકલ ન્યૂઝ વેબસાઈટના મતે ૨૦૦૯માં પકાલુ પપીતોએ ટ્વિટરમાં પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને મિમ્સ બનાવવાના શરૂ કર્યા. પકાલુ પોતે આઈબીએમ કંપનીમાં ડેટા મેનેજમેન્ટ સેક્શનમાં સિનિયર ડેવલપર તરીકે કામ કરતા હતા અને નવરાશની પળોમાં લોકોને હસાવવા ફારસ રૂપી મિમ્સ બનાવ્યા કરે. ૨૦૧૨માં તે એટલો પૈસાદાર થઈ ગયો કે આઈબીએમ મતજી રાજીનામું આપીને પકાલુએ પોતાની આઈટી કંપની શરૂ કરી, પરંતુ ટૂંક સમયમાં જ કંપનીએ દેવાળું ફૂંકી દીધું, પકાલુ બરબાદ થઈ ગયો. અને હવે તે ગુપ્તવાસ છે. પ્રસ્તુત કથા ઉપજાવેલી કાઢેલી છે તેવો આક્ષેપ ખુદ આઈબીએમ કંપની દ્વારા જાહેર કરવામાં આવી છે. છતાં પણ લોકો પકાલુ ઉર્ફે ઝેવિયરના મિમ્સને મન ભરીને માણે છે. કોઈ એ જીવ કે જાણવા પણ નથી માગતું કે આટલા ક્રિએટિવ મિમ્સ બનાવનાર છે કોણ? તેના ભેજામાં આવા સચોટ સંવાદો અને તોફાની શબ્દો સૂઝે છે ક્યાંથી?
‘એવું જાણવા કોણ ટાઈમ બગાડે? જિંદગી તો માણવા માટે છે.’ મોટાભાગના લોકોની આવી શુષ્ક માનસિકતા થઈ ગઈ છે. સોશિયલ મીડિયા તેમના માટે રમકડું છે. નવરા પડ્યા એટલે રમ્યા કરવાનું, થાક લાગે જ નહીં. મનની વાસનાઓને તૃપ્ત કરતાં ચલચિત્રો અને ચા કઈ રીતે બનાવવી એવી ચટપટી ચીજો સર્ચ કરવામાં જ દિવસના ૧૨ કલાક વીતી જાય. તો પછી પકાલુનું બકાલું ક્યાં શોધવા બેસવાનું? પરંતુ મેટાવર્સના સર્વેસર્વા ઝુકરબર્ગને બધી ખબર છે કે કોણ પકાલુના નામે કમેન્ટ કરે છે અને કોણ ફેક આઈડી સાથે ચેડાં કરે છે. છતાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ચતુરાઈ જુઓ. જ્યાં કોઈ ફરિયાદ દાખલ ન કરે ત્યાં સુધી પકાલુ જેવા ખોટા નામે કપોળકલ્પિત કિંવદંતી તૈયાર કરવામાં આવે છે. આ કથાને લોકો સુધી પહોંચાડવા માટે નામાંકિત યુ-ટ્યુબરને તેની ચેનલ અને ફોલોઅર્સની ક્ષમતા અનુસાર રકમ ચૂકવવામાં આવે છે. આવા પૈસા ભૂખ્યા લોકો આઈબીએમનું નામ લેતા પણ અચકાતા નથી.
તાજેતરમાં જર્મનીના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ.એસ્થર કાંગ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું છે કે ‘માનવ મગજ ગૂગલ જેવા સર્ચ એન્જિન પરની માહિતીની ઊંડાણપૂર્વક પ્રક્રિયા કરવા માટે વલણ ધરાવતું નથી, કારણ કે લોકો જાણે છે કે માહિતી સરળતાથી સુલભ છે. માહિતીને ઑનલાઇન પુન:પ્રાપ્ત કરી શકાય છે. તેથી લોકો તેને શીખવાની તસ્દી લેતા નથી. વાસ્તવમાં માહિતીને કેવી રીતે એક્સેસ કરવી જેમ કે સર્ચ એન્જિન ક્વેરી માટેનો કીવર્ડને માહિતી કરતાં લોકો વધુ યાદ રાખે છે. આજના મનુષ્યો ‘જ્ઞાનાત્મક રીતે કંજૂસ’ છે, આળસના કારણે પ્રયત્નપૂર્વક જ્ઞાનપિપાસાને ટાળવાની ‘સહજ વૃત્તિ’ ક્ષીણ થઈ રહી છે.
કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોન ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા આંગળીના ટેરવે મળતી માહિતી ઉપર લોકોનું ફોકસ ખૂબ ઓછું રહે છે. કારણ કે ઉપભોક્તા, કોમ્પ્યુટર અથવા સ્માર્ટ ફોન ઉપર એક જ સમયે, એક કરતાં વધારે કાર્યો એટલે કે મલ્ટિટાસ્કિંગ કરતો હોય છે. એક સાથે અનેક નોટિફિકેશન જોતો હોય છે. એક જ સમયે એક કરતાં વધારે એપ્લિકેશન ખુલ્લી હોય છે. જેના કારણે તેનું ધ્યાન -ફોકસ વહેંચાયેલું રહે છે. તે કોઈ એક સબ્જેક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કે ફોકસ કરી શકતો નથી. જેનું પરિણામ એ આવી રહ્યું છે કે ‘વ્યક્તિઓમાં તેમની જ્ઞાનાત્મક માંગને ઘટાડવાની અને જ્ઞાનાત્મક પ્રયત્નોને ટાળવાની સહજવૃત્તિ સ્વાભાવિક બની ગઈ છે.’ આ પરિસ્થિતિ નિર્માણ છેવટે મનુષ્યને જ્ઞાનાત્મક કંજૂસતા તરફ લઈ જઈ રહી છે. ઓનલાઈન ઇન્ફર્મેશનમાં જે ઝડપે વધારો થઈ રહ્યો છે, તેના કારણે માહિતીની સચ્ચાઈ અને સચોટતા વિશે શંકા ઊભી થઈ રહી છે. ઓનલાઈન મળતી માહિતીને આપણે ઉપયોગમાં લેતાં પહેલાં, ક્રોસ ચેક કરવાની કે ચકાસવાની પણ તસ્દી લેતા નથી. જેના કારણે ‘ફેક ન્યુઝ અને ફેક ઇન્ફર્મેશન’ ભરાવો થઈ રહ્યો છે. હવે બુદ્ધિજીવી લોકો, લેખકો અને શિક્ષકોને ઓનલાઇન ઇન્ફર્મેશન ઉપર આધાર રાખવાની વૃત્તિ, તેમની વિશ્ર્વસનીયતા ઉપર ડાઘ લગાડી શકે છે..
સ્વિટ્ઝર્લેન્ડમાં ૧૯૮૦માં ‘ધ લોન સમ ગર્લ’ નામનો એક કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થતો હતો.
તેમાં એક યુવતીનો અવાજ સાંભળવા મળે. જે તેના સ્વરમાધુર્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી હતી. તે દૈનિક એક કાલ્પનિક કથાનું પઠન કરે.પ્રજાને યુવતીના સ્વરનું એવું ઘેલું લાગ્યું હતું કે રાત પડે એટલે ૧૦ થી ૧૧ વાગ્યાના એક કલાક દરમિયાન સોંપો પડી ગયો હોય. કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ જાય. રેડિયો સ્ટેશનના રેટિંગ પોઇન્ટ ‘ધ લોન સમ ગર્લ’ના કારણે જ વધતા જતા હતા. બે દાયકા સુધી આ કાર્યક્રમ ચાલ્યો આ સમયગાળામાં રેડિયો કંપનીએ ચાર નવા કેન્દ્ર શરૂ કર્યા. આ ચારેય નવા કેન્દ્ર પર અઢળક પ્રેમપત્ર આવ્યા, લગ્નના પ્રસ્તાવ આવ્યા પરંતુ એ વાત કોઈ જાણી ન શક્યું કે આ યુવતી કોણ છે? અને એવું તો શું છે તેના અવાજમાં કે લોકો મોહિત થઈને માત્ર તેને સાંભળ્યા જ કરે છે!
૨૧મી સદીની શરૂઆતમાં બીબીસીએ એક ચોંકાવનારો ઘટક કર્યો. સ્વિટ્ઝર્લેન્ડમાં એક પુરુષનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. એ પુરુષે એવો દાવો કર્યો કે તે ‘ધ લોન સમ ગર્લ’ નામનો કાર્યક્રમ ચલાવતો હતો અને તેમાં તે જ યુવતીના સ્વરમાં વાર્તાઓનું પઠન કરતો હતો. પ્રથમ તો લોકોને આ વાત મજાક લાગી પરંતુ જ્યારે આ ઇન્ટરવ્યૂ લોકોએ ટી.વી. પર નિહાળીયો ત્યારે ખબર પડી કે પુરુષને બાળપણથી જ સ્વરની તકલીફ હતી. તેના કારણે તેનું શરીર પુરુષ જેવું હતું અને અવાજ સ્ત્રી જેવો, ઘણા વર્ષો સુધી તેને પોતાની મર્દાનગી પર સવાલ ઊઠતો હતો. પરિવાર પણ તેનાથી ત્રાસી ગયો હતો. મૂળ તો તે આફ્રિકાનો વતની એટલે જે પ્રદેશમાં જ રૂઢિગત માનસિકતા ઘર કરી ગઈ હોય ત્યાં વ્યક્તિમાં રહેલા પરિવર્તનને કોઈ કઈ રીતે સ્વીકારે! એટલે આ પુરુષ આવી ગયો સ્વિટ્ઝર્લેન્ડ, તેણે અખબારમાં રેડિયો સ્ટેશનમાં ચાલી રહેલા ‘ધ લોન સમ ગર્લ’ નામના પ્રોગ્રામની જાહેરાત જોઈ, તેમાં એક યુવતીના સ્વરની જરૂરિયાત હતી. પુરુષે તેના માટે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગયો. વર્ષો સુધી સ્વિટ્ઝર્લેન્ડની પ્રજા એવું સમજતી રહી કે તે કોઈ રૂપકડી યુવતીને તેઓ સાંભળે છે પરંતુ એ અસલમાં પુરુષ હતો છતાં લોકો માત્ર ને માત્ર એ અવાજથી એટલી હદે જોડાઈ ગયા હતા કે તેને સાંભળ્યા બાદ જ લોકોને ચેન પડતું હતું. એવું જ પકાલુ પપીતો તો ઉર્ફે ઝેવિયરના કિસ્સામાં થઈ રહ્યું છે અને આગળ પણ થતું રહેશે. જ્યાં સુધી લોકોને એ વાતની જાણ નહીં થાય કે સોશિયલ મીડિયામાં દંભનું માર્કેટ ચાલે છે ત્યાં સુધી આવા નાટકો ચાલ્યા કરશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -