સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
(ભાગ-૨)
ફિલ્મો બનાવવાની કેટલીક ફોર્મ્યુલા
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મોના નિર્માણને ૧૦૦ વર્ષ થઈ ગયા છે. આ સો વર્ષોમાં સેંકડો લોકોએ પોતાની ફિલ્મોને સફળ બનાવવા માટેના કેટલાક ફોર્મ્યુલા બનાવ્યા છે અને તેને અજમાવ્યા પણ છે. કેટલાક ફોર્મ્યુલા એકાદ ફિલ્મ સુધી જ ચાલ્યો હતો, પરંતુ કેટલાક ફોર્મ્યુલા એકાદ ડઝન ફિલ્મો સુધી ચાલ્યા હતા. કેટલાક ફોર્મ્યુલા થોડા-થોડા વર્ષો બાદ આજે પણ અપનાવવામાં આવી રહ્યા છે. આમ તો કોઈ એક સફળ ફોર્મ્યુલા આજ સુધી બની શક્યો નથી, આમ છતાં કેટલાક લોકપ્રિય ફોર્મ્યુલા નીચે મુજબ છે-
———-
ખોવાનો અને પામવાનો ફોર્મ્યુલા
લોકેશન બેસ્ડ ફોર્મ્યુલા પછી એક વધુ હિટ ફોર્મ્યુલા આવ્યો હતો. આ ફોર્મ્યુલા હતો ખોવાનો અને પામવાનો, વિખુટા પડવાનો અને ફરી મેળાપ થવાનો. બે ભાઈઓ એક સાથે સ્કૂલમાં ભણવા ગયા. શહેરમાં રમખાણો થયા અને બંને વિખુટા પડી ગયા. એક અમીર માણસને મળ્યો અને બીજો ગરીબ માણસને અથવા તો એક બાળકને પોલીસ ઓફિસરે ઉછેરીને મોટો કર્યો અને બીજાને એક સ્મગલરે ભણાવી ગણાવીને મોટો કર્યો. આગળ શું થશે? આ વસ્તુ તો અજ્ઞાનીમાં અજ્ઞાની દર્શક પણ કહી શકે છે.
આ ફોર્મ્યુલા સ્વ. મનમોહન દેસાઈની યાદ અપાવે છે. તેઓ પોતાની ફિલ્મોમાં ભારે ચતુરાઈથી બંને ભાઈઓને વિખુટા પાડતા હતા અને પછી ઘણી હોશિયારીથી બંનેનો પાછો મેળાપ કરાવી આપતા હતા. બંને ભાઈઓથી તેમનું મન ન ધરાયું તો તેમણે નઅમર અકબર એન્થનીથમાં ત્રણ-ત્રણ ભાઈઓને વિખુટા પાડ્યા અને પછી તેમનું મિલન કરાવ્યું. પહેલા દર્શકને રડાવ્યા અને પછી તેમને સંતુષ્ટ કર્યા, વચ્ચે કોમેડી મફતમાં.
——–
પ્રાણી પ્રધાન ફોર્મ્યુલા
સિત્તેરના દશકામાં ચિનપ્પા દેવરે નહાથી મેરે સાથીથ બનાવીને બધા જ ફિલ્મી પંડિતોને ચકરાવે ચડાવી દીધા હતા. જૂના ટારઝનનો કાયાકલ્પ કરીને રાજેશ ખન્નાને આધુનિક ટારઝન બનાવી નાખ્યો હતો. હાથીઓનો ઉપયોગ લોકોને હસાવનારા કરતબ માટે કર્યો. એક વખત તો પ્રાણી કલાકારોને મનુષ્ય કલાકારની બરોબરીમાં લાવીને બેસાડી દીધા હતા. પ્રાણી પ્રધાન ફોર્મ્યુલા ચાલી નીકળ્યો. પછી નગાય ઔર ગૌરીથ, નનાગીનપ અને ખબર નહીં શું-શું. અનેક પ્રાણીઓ આધારિત ફિલ્મો બનાવવામાં આવી. થોડા વર્ષ પહેલાં એક ફિલ્મ આવી હતી નતેરી મહેરબાનીયાંથ આ ફિલ્મમાં સાઈડ હીરો જેકી શ્રોફ હતો અને મુખ્ય નાયક એક શ્ર્વાન હતો. ફરી એક વખત પ્રાણી આધારિત ફિલ્મના ફોર્મ્યુલાની અસર જોવા મળી હતી. એક શ્ર્વાને કે. સી. બોકાડિયાની જીંદગીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)