સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
ફિલ્મ ઉદ્યોગ જેને સરકાર હજી સુધી ઉદ્યોગ માનવા તૈયાર નથી તે આજે અનેક નાના મોટા સ્તંભો પર ઊભો છે. કેટલાક સ્તંભો દેખાય છે અને બાકીના કેટલાક સ્તંભો દેખાતા નથી. નથી દેખાતા એવા કેટલાક આ ઉદ્યોગના સ્તંભો વિશે આપણે હવે વાત કરીશું.
———-
બ્રોકર
સિનેમા હોલની પોઝિશન પણ ફિલ્મ ઉદ્યોગમાં એક ગોર મહારાજ જેવી હોય છે તો બ્રોકરની સ્થિતિ એક વાળંદ જેવી હોય છે. એટલે કે ફિલ્મ સમાન દુલ્હનને માટે ડિસ્ટ્રિબ્યુટર પ્રકારનું ઘર શોધી કાઢવાનું. આમાં તે બંને પક્ષો પાસેથી બે-બે ટકા કમિશન લેતો હોય છે.
આ બ્રોકર પદ્ધતિ તો દરેક પ્રકારના વ્યવસાયમાં આવશ્યક જ બની ગઈ છે, પરંતુ સિનેમામાં આ થોડું વધારે જ જરૂરી છે કેમ કે બાકીની જગ્યા પર તો લોકો તેલમાં ભજીયા તળતા હોય છે,
પરંતુ સિનેમા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તો
પાણીમાં ભજીયા તળતા હોય છે અને પાણીમાં તળેલા ભજીયાને વેચવાનું કામ કોઈ સહેલું તો હોતું નથી.
———-
નાયિકાની માતા
નાયિકાની માતા. આહા, તેમની તો જેટલી વાત કરો તેટલી ઓછી જ છે. મારો કહેવાનો અર્થ એવો છે કે તેમની જેટલી પ્રશંસા કરો તેટલી ઓછી જ છે. જૂના જમાનામાં જ્યારે રાજા પોતાની સેના સાથે કોઈ ગામમાં ઉતારો કરતો હતો તો તે ગામને પછી ભગવાન જ બચાવી શકતો હતો. આવી જ રીતે જે સેટ પર નાયિકાની માતા પોતાનો અડ્ડો જમાવી દેતી હોય, તે સેટનો વાલી પણ ભગવાન જ હોય છે.
ફક્ત તે જ જમવાના સમયે ડિનરનો ઑર્ડર આપી શકે છે અને ડિનરને સમયે લંચનો. જંગલમાં ચાઈનીઝ ફૂડની ફરમાઈશ કરી શકે છે. નાયિકાની માતા મુશ્કેલમાં મુશ્કેલ વસ્તુઓની ફરમાઈશ કરતી હોય છે, જેથી તે પોતાની જાતને ખાતરી અપાવી શકે કે તે નાયિકાની માતા છે. નાયિકાની માતા એટલે ન કામની ન કાજની, દુશ્મન અનાજની. નાયિકાની કેરિયરનું ઉત્થાન તેની પોતાની પ્રતિભાને કારણે
થતું હોય છે અને તેની કેરિયરનું પતન તદેની માતાને કારણે થતું હોય છે.