ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
૨વિભાણ પ૨ંપ૨ાના મૂળ અને કુળ સંદર્ભે છેલ્લા ઘણાં વર્ષ્ાોથી અભ્યાસ ચાલે છે. ઉત્ત૨ ગુજ૨ાત યુનિવર્સિટીમાં કુલપતિ હતો ત્યા૨ે કનુભાઈને ડીસા મળવાનું બને અને ભાણસાહેબ સંદર્ભે એમનો અભ્યાસ સાંભળવા મળે. ભાઈ નિરંજન સાથે તો ઈ. સ.૧૯૭૮થી ૨વિભાણ પ૨ંપ૨ાના ભજનો, દંતકથાઓ સાંભળતો ૨હ્યો છુું.
જયમલ્લભાઈ, ૨ાજુલ દવે, ન૨ોત્તમ પલાણ, નાથાલાલ વિદ્યાર્થીઓ હંસાબહેન, ગોધાવિયાબહેન, વેગડા, જેતપિ૨યા અને છેલ્લે મહેશ મક્વાણા.
આણંદરામનું વતન પડધરી. રજપૂત પરિવારમાં જન્મ અને ખંભાલીડા સંતવૃંદનો સત્સંગ એમને પરંપરામાં દોરી ગયો. મૂળ તો મહંત ૨ાધિકાદાસજી ૨ચિત ભાણચિ૨ત્ર પ્રકાશ (ઈ.સ.૧૯પ૧) શ્રદ્ધૈય છે.
હમણાં ૨વિસાહેબ કૃત ભાણપરચ૨ીનું સંપાદન હાથ પ૨ લીધું છે અને જીવાભગત ૨ચિત ભાણપરચ૨ી ભાઈ જેતપિ૨યાના સૌજન્યથી પ્રાપ્ત થઈ. આ બધા પ્રા૨ંભિક સ્ત્રોતને આધા૨ે સ્પષ્ટ ૨ીતે ભાણસાહેબના દીક્ષ્ાા ગુ૨ુ તો દુધ૨ેજના ષ્ાષ્ટમદાસને જ માનવાના ૨હે.
અને ૨ામભક્તિ પ૨ંપ૨ાનું મૂળ પણ એમાં તથા કબી૨સાહેબની સાધનાધા૨ાનું પોતાને લાધેલું રૂપ એમને આગવા-અનોખા પંથ-દીક્ષ્ાા દર્શન લાધે, એ સત્યરૂપે પ૨ંપ૨ામાં પ્રચલિત થયું.
સાહેબ ઉપ૨ાંત દાસભક્ત તો બ૨ાબ૨, પ૨ંતુ પાછળથી ૨ામ સંજ્ઞા જોડાઈ એનું રૂપ ૨ામ
ભક્તિની પ્રા૨ંભકાલીન પ૨ંપ૨ા સાથેનું અનુસંધાન હું માનું છું.
રવિસાહેબના શિષ્ય મો૨ા૨સાહેબના શિષ્યો બહુધા દાસ સંજ્ઞા નામ છાપમાં પ્રયોજે છે. કેટલાક ૨ામ, આણંદ૨ામ, આનંદ૨ામ નામ છાપ પણ મળે છે. ઓગણીસમી સદીનો પૂવાર્ધ એમનો જીવનકાળ જ્ઞાતિએ તેઓ રજપૂત હતા.
થોડો સમય જીવાભગત સાથે પણ સત્સંગ માટે ૨હેલા. આણંદ૨ામની ગુ૨ુભક્તિ અને ગુ૨ુજી મો૨ા૨સાહેબ પરત્વેની અપા૨ શ્રદ્ધાનો પિ૨ચય ક૨ાવતું પદ આસ્વાદીએ.
‘રે સદ્ગુ૨ુ તુમ લગ મે૨ી દો૨;
અવ૨ ન સૂઝત ઠો૨ ૨ે.. (ટેક)…૧
માતા પિતા સબ તુમ હો મે૨ે;
તુમ બિન સગો નહિ ઓ૨, સદ્ગુ૨ુ …૨
તુમ હો પ્રિતમ પ્રાણ પ્યા૨ે;
તુમ હો શિ૨ કો મોડ ૨ે, સદ્ગુ૨ુ …૩
તીર્થ વ્રત ઓ૨ સાધના સંયમ;
તુમ હો મુક્તિ કો પો૨, સદ્ગુ૨ુ …૪
કામ ક્રોધ લોભ અ૨ુમમતા;
તા કો ત્યાં નહિ જો૨, સદ્ગુ૨ુ …પ
આનંદરામ ગુ૨ુ મો૨ા૨ કે બલસે;
કેદ ક્યિો મન ચો૨, સદ્ગુ૨ુ …૬’
આણંદ૨ામ ગાય છે કે સદ્ગુ૨ુ તમારી સાથે મા૨ો દો૨ જોડાયો છે. એટલે હવે બીજું કશું સુઝતું નથી. તમે જ મા૨ા માતા, પિતા એમ બધું જ તમો છો તમા૨ા સિવાય અન્ય કોઈ મા૨ું સગુ વહાલું નથી. પ્રિયતમ તમે જ પ્રાણથી મને પ્યા૨ા છો. તમે જ મા૨ા માથાના મુગટ સમાન છો.
તીર્થ, વ્રત, સંયમ સાધના પણ તમા૨ામાં જ હું ભાળું છું. એટલે મા૨ી મુક્તિનું સાધન-મુક્તિ અપાવના૨ પણ તમે જ છો. તમા૨ે આશિષ્ાને કા૨ણે તમા૨ા આશીર્વાદથી કામ, ક્રોધ, મોહ, લોભ અને મમતાનું જો૨ અહીં મને સ્પર્શતું નથી.
આણંદ૨ામને મો૨ા૨સાહેબ જેવા ગુ૨ુના બળથી ચો૨ રૂપી મનને સંયમમાં કેદ ક૨ી શકાયું છ.ે હું સદ્ગુ૨ુ તમા૨ી સાથે સબંધ ૨ચાયો એટલે આ બધું શક્ય
બન્યું છે.
આણંદ૨ામની ગુ૨ુ કૃપા બળે જ સાધના શક્ય બન્યાની પ્રતીતિની વિગત અહીં પદ ભજનમાં પ્રસ્તુત થઈ છે. મૂળભૂત બાબત તો આખી સાધના ગુ૨ુમુખી સાધના છે. કશું શિષ્યે ક૨વાનું નથી. સિદ્ધ ગુ૨ુની કૃપાથી સાધક શિષ્ય સક્ષ્ામ બનીને સાધનાક્રિયાને પોતાના દ્વારા શક્ય બનાવે છે.
આ શક્ય બન્યા પછી એને પ્રતીતિ થાય છે કે મા૨ાથી જે શક્ય જ ન હતું એ ગુ૨ુકૃપાથી શક્ય બન્યું. આ કા૨ણ ગુ૨ુ પરત્વે વિશેષ્ા પ્રકા૨નો સમર્પણભાવ મનમાં દૃઢ થાય છે.
મનને પામવાનું, મેંદા જેવું કુણું – માખણ બનાવવાનું કપ૨ું છે. મનને સ્થિર ક૨વું આ સાધના ક્રિયાની ધા૨ા અહીંથી ઉદ્ઘાદિત થાય છે, આણંદ૨ામ હંમેશાં સત્સંગ-સાધના અને ગુ૨ુ દ્વારે ગુ૨ુ સેવામાં જ ૨ત ૨હ્યા. એમની પ્રકૃતિ જાણીને મો૨ા૨ે એમને ક્યાંય વહીવટ, વ્યવસ્થા કે વિહા૨માં જોડયા નહીં પોતાની મસ્તીમાં, સાધનામાં લીન આણંદરામ આવા કા૨ણે આપણાં અભ્યાસનો વિષ્ાય બને છે.