શિલાન્યાસ પીએમ મોદી આપશે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી
કટક: દેશના રેલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત રાખવાના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને કાયાપલટ કરવાના ભાગરૂપે આજે કરોડો રૂપિયાના રેલવે પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે, જેમાં સ્ટેશન રિડેવલપમેંટ (પુરી અને કટક) પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પુરી અને હાવડા વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. સેમી-હાઈ-સ્પીડ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
વડા પ્રધાન કાર્યાલય (PMO) અનુસાર ટ્રેન ઓડિશાના ખોરધા, કટક, જાજપુર, ભદ્રક અને બાલાસોર જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર અને પૂર્વા મેદિનીપુર જિલ્લામાંથી પસાર થશે.
આ ટ્રેન મુસાફરોને ઝડપી, વધુ આરામદાયક અને અનુકૂળ મુસાફરીનો સુવિધા પ્રદાન કરશે, પ્રવાસનને વેગ આપશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગયા મહિને ભારતીય રેલવેએ હાવડા અને પુરી વચ્ચે ભારતની સ્વદેશી ડિઝાઇન કરેલી સેમી-હાઇ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ રન હાથ ધર્યું હતું.
પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઓડિશામાં રૂ. ૮,૦૦૦ કરોડથી વધુના મૂલ્યના અનેક રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને સમર્પિત કરશે. વડા પ્રધાન પુરી અને કટક રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે.