ઓરિસ્સાની એક સરકારી કોલેજમાં રેગિંગની ઘટના બની હોવાની માહિતી મળી છે. ગંજામ જિલ્લામાં આવેલી કોલેજમાં વિદ્યાર્થીઓએ મળીને એક ફ્રેશર પર સગીરાને કિસ કરવાનું દબાણ કર્યું હતું. ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને બે સગીર સહિત પાંચ વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. કોલેજ ઓથોરિટીએ આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરી હતી અને 12 વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી નાંખ્યા હતાં.
એક મહિના મહેલા જ સગીરાનું કોલેજમાં એડ્મિશન થયું હતું અને કેટલાક સિનિયર વિદ્યાર્થીઓએ એક ફ્રેશરને સગીર સામે ઉભો રાખ્યો અને જબરદસ્તી તેને કિસ કરવા દબાણ કર્યું હતું. જ્યારે તેનો વિરોધ કર્યો તો સિનિયર વિદ્યાર્થી તેને મારવા લાગ્યા હતાં, જેને કારણે દબાણમાં આવીને ફ્રેશરે સગીરાને કિસ કરવી પડી હતી.