મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરને જોડનારો ગોરેગામ-મુલુંડ લિંક રોડને પહોળો કરવામાં અનેક ગેરકાયદે બાંધકામ અડચણરૂપ બની રહ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘એસ’ વોર્ડની હદમાં આવતા અડધા કિલોમીટરના લંબાઈના રસ્તા પર રહેલા પંચાવન જેટલા ગેરકાયદેને તોડી પાડવામાં આવ્યા છે.
ગેરકાયદે બાંધકામનો સફાયો થતા હવે આ રસ્તાની પહોળાઈ વધી જશે. અત્યાર સુધી રસ્તાની પહોળાઈ 30 મીટરની હતી, તે 45.75 મીટર થશે.
ખુલ્લી કરવામાં આવેલી જગ્યામાં ફ્લાયઓવર બાંધવામાં આવવાનો છે. ગોરેગામ-મુલુંડ લિંક રોડ બીએમસીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાય છે.