એક્ટ્રેસ નુસરત ભરુચા હાલમાં તેની ફિલ્મ છોરી-ટુના શૂટિંગમાં વ્યસ્ત છે અને હવે સેટ પરથી એવી ખબર આવી રહી છે કે સેટ પર જ તેને એક્સિડન્ટ થયો છે. આ એક્સિડન્ટના કારણે તેને માથામાં ઈજા થઈ છે અને ટાંકા લેવા પડ્યા છે. આ એક્સિડન્ટ વખતે નુસરતની બહેનપણી ઈશિતા રાજ તેની સાથે જ હતી અને તેણે જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં ઈશિતા નુસરતને સમજાવી રહી છે કે આ ટાંકાને કારણે તું વધુ હોટ લાગીશ અને આમ પણ આઈબ્રો પાસે જે કટ્સ હોય છે એમાં લોકો ખૂબ જ સુંદર દેખાતા હોય છે એટલે તે પણ સુંદર જ દેખાઈશ ડોન્ટ વરી.. ડોક્ટર પણ નુસરતને સમજાવતી જોવા મળે છે કે ટાંકાના કારણે જે પણ નિશાન આવશે એ થોડાક સમય બાદ જતા રહેશે અને આજકાલ તો એવી દવાઓ પણ મળે છે કે જે આવા નિશાનને મિટાવવામાં મદદ કરે છે. દરમિયાન ઈશિતા ડોક્ટરને એવું કહે છે કે આ ખાલી ખાલી બુમો પાડે છે, પોતાની ઈન્સ્ટા ફેમિલી સામે જરા વધારે પડતી જ ફોર્મલ થઈ રહી છે. એ વાત તો એને પણ ખબર છે કે સમય આવ્યે આ નિશાન જતું રહેશે…
નુસરત સાથે છોરી-ટુમાં સોહા અલી ખાન પણ મહત્ત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. પ્રાઈમ વીડિયો પર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. જ્યારે છોરી ફિલ્મ રીલિઝ થઈ હતી ત્યારે પણ દર્શકોએ તેને પસંદ કરી હતી.