Homeસ્પેશિયલ ફિચર્સઅંક જ્યોતિષઃ આ મૂળાંકવાળા લોકો રહે 2023માં સાવધાન!!!

અંક જ્યોતિષઃ આ મૂળાંકવાળા લોકો રહે 2023માં સાવધાન!!!

અંક જ્યોતિષમાં વ્યક્તિની જન્મ તારીખ પરથી તેનો મૂળાંક કાઢવામાં આવે છે અને તેના મૂળાંક પરથી વ્યક્તિના વ્યક્તિત્ત્વ અને ભવિષ્ય વિશેની માહિતી મેળવી શકાય છે. આજે આપણે અહીં જાણીશું કે 2023નું વર્ષ અલગ અલગ મૂળાંકના લોકો માટે કેવું રહેશે-
મૂળાંક 1
આ મૂળાંકના જાતકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે. તેમને કામમાં સફળતા મળશે અને કોઈ નવું કામ શરુ કરવાની યોજના હોય તો આ સમય એમના માટે શ્રેષ્ઠ છે.
મૂળાંક 2
મૂળાંક 2 વાળા લોકોને આ વર્ષે મનચાહી નોકરી મળી શકે એવા યોગ સર્જાઈ રહ્યા છે. પણ 2023માં ખર્ચા પણ વધવાના છે. જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરી શકશો. ખાવા-પીવામાં લાપરવાહી ના વર્તશો.
મૂળાંક 3
આ મૂળાંકના જાતકો માટે 2023નું વર્ષ રોલર કોસ્ટરની રાઈડ જેવું ઉતાર-ચઢાવથી ભરપુર હશે. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. આ વર્ષે તમારે ધૈર્યથી કામ લેવાની જરુર છે.
મૂળાંક 4
આ મૂળાંકવાળા જાતકો માટે આવનારું વર્ષ અનુકૂળ રહેશે. પ્રેમસંબંધ સુધરી શકે છે. કાર્યસ્થળે ઓવર કોન્ફિડન્સથી બચવું તમારા માટે હિતાવહ રહેશે.
મૂળાંક 5
આ લોકો માટે આ વર્ષની શરુઆત પડકારજનક રહેશે. માનસિક તાણ પણ વધી શકે છે. ધૈર્યથી કામ લેવું જરુરી.
મૂળાંક 6
મૂળાંકવાળા જાતકો માટે આ વર્ષ સામાજિક દાયરો વધારનારું સાબિત થશે. નવા નવા મિત્રો બનશે. કાર્યક્ષેત્રે પણ સારા પરિણામો મળે એવા સંજોગ ઊભા થઈ રહ્યા છે.
મૂળાંક 7
આ મૂળાંકવાળા જાતકો માટે 2023માં પ્રોફેશનલ કરિયરમાં સારી તક મળશે. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. સંબંધો સુધરશે અને પ્રેમ વધુ ગાઢ બનશે.
મૂળાંક 8
2023નું વર્ષ આ મૂળાંકવાળા જાતકો માટે માનસિક તણાવ સાથે શરુ થશે. રિલેશનશિપમાં સાવધાની રાખવાની જરુર છે. પોતાની જાત મહેનતથી આગવી ઓળખ ઊભી કરી શકશો.
મૂળાંક 9
આ વર્ષે તમને કંઈક નવું કામ કરવાની તક મળી શકે છે. પણ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર આ કામ કરવા, કારણ કે ઉતાવળે કામ કરવાથી બનેલા કામ બગડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -