મૅરેજ સર્ટિફિકેટ ‘ડિજીલૉકર’માં સાચવી શકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પેપરલેસ કામકાજ તરફ આગળ વધી રહેલી મુંબઈ મહાનગરપાલિકાએ હવે મુંબઈગરાની સેવામાં વધુ એક ઑનલાઈન સુવિધા ઉપલબ્ધ કરી આપી છે. કેન્દ્ર સરકારના ઈન્ફોર્મેશન ઍન્ડ ટૅક્નોલોજી ખાતાનો ઉપક્રમ રહેલા ‘ડિજીલૉકર’ આ ઑનલાઈન સરકારી અને કાયદેસર દસ્તાવેજોના ઍપમાં હવે મુંબઈના નાગરિકો મૅરેજ સર્ટિફિકેટ ઑનલાઈન મેળવીને સાચવી શકશે. પાલિકા પાસે ૨૯ જાન્યુઆરી, ૨૦૧૬ બાદ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવનારાને આ સુવિધા મળશે.
મંગળવારે આ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની ભિડેના જણાવ્યા મુજબ મૅરેજ સર્ટિફિકેટ એ વિવાહિત લોકો માટે મહત્ત્વનું વ્યક્તિગત દસ્તાવેજ માનવામાં આવે છે. પાસપોર્ટ, વિઝા અને અન્ય સરકારી કામકાજ તે મહત્ત્વનું માનવામાં આવે છે. પાલિકા પાસે વર્ષ ૨૦૧૦થી મૅરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને લગતા કામકાજ ચાલી રહ્યા છે. તો જાન્યુઆરી, ૨૦૧૬થી મૅરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું કામકાજ ઑનલાઈન કરવામાં આવ્યું છે. તેનાથી આગળ વધીને હવે પાલિકાએ આ સર્ટિફિકેટને ડિજિલૉકરમાં રાખવાની સુવિધા ઉપલબ્ધ કરી આપી છે.
પાલિકાની આ યોજનાને કારણે હવે મૅરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને પ્રત્યક્ષ રીતે બધી જગ્યાએ સાથે લઈ જવાની પળોજળથી છુટકારો મળશે. મૅરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું કામકાજ ઑનલાઈન થવાની તારીખથી એટલે કે ૨૭ જાન્યુઆરી, ૨૦૧૬ બાદથી પાલિકા પાસે મૅરેજ રજિસ્ટર કરનારા લોકોને આ સુવિધા મળશે. લગ્ન કોઈપણ વર્ષમાં થયા હશે છતાં ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આ સર્ટિફિકેટ ઉપલબ્ધ થશે. પાલિકા પાસે અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકાની હદમાં કુલ ૩,૮૦,૪૯૪ લગ્ન રજિસ્ટર્ડ થયા છે