બર્લિન સરકારે લીધો મોટો નિર્ણય
બર્લિન સરકારે મહિલાઓને લગતો એક ખૂબ જ વિચિત્ર નિર્ણય લીધો છે. સરકારના નવા નિયમ મુજબ, મહિલાઓને ટૂંક સમયમાં શહેરના જાહેર સ્વિમિંગ પુલમાં પુરૂષોની જેમ ટોપલેસ જવાની મંજૂરી આપવામાં આવશે. સરકારનો આ નિર્ણય મહિલા સાથે ભેદભાવની ફરિયાદ બાદ આવ્યો છે.
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાજ્ય સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે હવે મહિલાઓને પણ જાહેર સ્વિમિંગ પુલમાં ટોપલેસ જવાની મંજૂરી આપવામાં આવશે. એક મહિલાએ સ્વિમિંગ પુલમાં મહિલા અને પુરૂષો વચ્ચે ભેદભાવની ફરિયાદ કરી હતી. જોકે, ફરિયાદ કરનાર મહિલાનું નામ હજુ સુધી જાહેર થયું નથી. સ્વિમિંગ પુલમાં મહિલાઓ સાથે થતા ભેદભાવની ફરિયાદને દૂર કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
બર્લિન સેનેટ ફોર જસ્ટિસ, ડાયવર્સિટી એન્ડ એન્ટી ડિસ્ક્રિમિનેશનએ જણાવ્યું હતું કે એક અજાણી મહિલાએ સેનેટના લોકપાલની ઓફિસમાં સમાન વ્યવહારની માગણી કરી હતી. તેમણે કહ્યું કે પુરુષોની જેમ મહિલાઓને પણ ટોપલેસ સ્વિમિંગ કરવાનો અધિકાર મળવો જોઈએ. સ્વિમિંગ પૂલમાં તેની સાથે લિંગના આધારે કોઈ ભેદભાવ ન થવો જોઈએ. ફરિયાદીની આ દલીલને ધ્યાનમાં લીધા બાદ મહિલાની માંગણી મંજૂર કરવામાં આવી છે.
પહેલા અહીંની મહિલાઓને સ્વિમિંગ પુલમાં ખુલ્લેઆમ નહાવા દેવામાં આવતી ન હતી. આવું કરતી મહિલાઓને સ્વિમિંગ પૂલની બહાર કરવામાં આવતી હતી અને તેમની એન્ટ્રી પ્રતિબંધિત કરવામાં આવતી હતી. જો મહિલાઓ ખુલ્લા કપડાં પહેરીને ફરે તો આવી મહિલાઓને તેમનું શરીર ઢાંકવા માટે ફરજ પાડવામાં આવતી હતી. હવે નવા નિયમ બાદ અહીંની મહિલાઓ પણ પુરૂષોની જેમ સ્વિમિંગ પુલમાં સ્નાન કરી શકશે. જોકે, આ નવા નિયમો ક્યારે લાગુ કરવામાં આવશે, તેની પુષ્ટિ કરવામાં આવી નથી.