Homeફિલ્મી ફંડાહવે આ અભિનેત્રીને જોઈએ છે ઝેડ પ્લસ સિક્યોરિટી!!!

હવે આ અભિનેત્રીને જોઈએ છે ઝેડ પ્લસ સિક્યોરિટી!!!

ડ્રામા ક્વીન રાખી સાવંત દર થોડા સમયે કંઈકને કંઈક એવી ઉટપટાંગ હરકતો કરતી હોય છે કે જેને કારણે તે લાઈમલાઈટમાં રહે છે. હવે રાખી સાવંતે ઝેડ પ્લસ સિક્યોરિટી માંગીને લોકોને ચોંકાવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં રાખીને ધમકીભર્યો મેલ આવ્યો હતો અને આ ધમકીને પગલે રાખી ડરી ગઈ છે. તેણે પીએમ નરેન્દ્ર મોદીને મળીને તેમની સમક્ષ પોતાને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવે એવી માગણી કરવાની યોજના બનાવી રહી છે. એટલું જ નહીં તેણે તો એવું પણ કહ્યું હતું કે જો કંગના રનોટને સિક્યોરિટી મળી શકે તો મને કેમ નહીં?

હાલમાં રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં તે કહી રહી છે કે હું અત્યારે કહેવા માંગતી ન હતી, પરંતુ હવે કહી રહી છું. હું Z સુરક્ષા માટે પીએમ મોદીજીને મળી રહી છું. હું રાજનાથજી અને મોદીજીને મળીશ. જ્યારે આ લોકો કંગના રનૌતને ઝેડ પ્લસ સિક્યોરિટી આપી શકે છે તો પછી મને કેમ ન આપી શકે? કંગનાને તો કોઈ ધમકી પણ મળી નથી, પણ મને મળી છે અને મારી તમામ ઈમેલ પણ છે.

અહીં તમારી જાણ માટે કે બોલીવૂડના ભાઈજાન સલમાન ખાનને લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને સલમાન ખાનની બાબતમાં રાખી સાવંતે પણ નિવેદન આપતા લોરેન્સ બિશ્નોઈને આવું નહીં કરવા જણાવ્યું હતું. બસ ત્યાર બાદ એની મુશ્કેલીઓ વધી ગઈ હતી. સલમાન ખાનની જેમ જ રાખીને પણ મેલ આવ્યો કે તેણે સલમાનના કેસથી દૂર રહેવું જોઈએ, નહીંતર પરિણામ સારું નહીં આવે. રાખીએ લોરેન્સ તરફથી મળેલો મેઈલ પણ મીડિયામાં દેખાડ્યો હતો..

અત્રે ઉલ્લેખનીય છે કે રાખી સાવંતે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે અને તે તેના આઈટમ નંબર્સને કારણે લોકપ્રિય છે. આ ઉપરાંત તે રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ’ની પણ અનેક સીઝનમાં જોવા મળી હતી. રાખી છેલ્લે બિગ બોસ મરાઠીની સીઝન 4માં જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -