Homeઆમચી મુંબઈGood news! હવે ઉલ્હાસનગર સુધી દોડશે ‘મેટ્રો 5’, MMRDAનો નિર્ણય: શિંદે-ફડણવીસનો આદેશ

Good news! હવે ઉલ્હાસનગર સુધી દોડશે ‘મેટ્રો 5’, MMRDAનો નિર્ણય: શિંદે-ફડણવીસનો આદેશ

ઉલ્હાસનગરના રહેવાસિયો માટે એક ખૂશ ખબર છે. હવે મેટ્રોનો પ્રવાસ માત્ર મુંબઇગરાઓ માટે મર્યાદિત ના રહેતા હવે તેનું છેક થાણે અને કલ્યાણથી આગળ વિસ્તરણ થવાનું છે. તેથી હવે કલ્યાણ અને કલ્યાણથી આગળ ઉલ્હાસનગર અને બદલાપુરમાં રહેતા મુસાફરો પણ આરામદાયક મુસાફરીનો લાભ લઇ શકશે.
મુંબઇ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (MMRDA ) એ હલામાં જ આ ગુડ ન્યુઝ આપી છે. હવે મેટ્રો 5 ઉલ્હાસ નગર સુધી દોડશે. પ્રાપ્ત વિગતો અનુસાર MMRDA એ કલ્યાણ અને તેથી આગળ રહેતા લોકલ પ્રવાસીઓ માટે એક ખૂશ ખબર આપી છે. ઠાણે-ભીવંડી-કલ્યાણ મેટ્રો 5 આ માર્ગનો વિસ્તાર કરી હવે એ ઉલ્હાસ લનગ સુધી લંબાવવામાં આવી છે. કલ્યાણના ખડકપાડા માર્ગ પરથી ઉલ્હાસ નગર સુધી મેટ્રોનું વિસ્તરણ કરવાનો મોટો નિર્ણય MMRDA એ લીધો છે. કલ્યણથી ખડકપાડા અને ખડકપાડાથી કલ્યાણ સુધીનો 7.7 કિલોમીટર સુધીનો વિસ્તારીત માર્ગ બે ભાગમાં બનાવવામાં આવશે.
ઉલ્હાસનગર સુધી મેટ્રો 5નું વિસ્તરણ કરવા માટે વૃસ્તૃત અહેવાલ તૈયાર કરવા MMRDA ને સલાહકાર સમિતિની રચના કરવી પડશે. આ અંગે નો પ્રસ્તાવ MMRDA આગામી બેઠકમાં મૂકશે તેવી જાણકારી પણ મળી હતી.
મુંબઇ ઉપનગરીય લોકલ ટ્રેનમાં વધી રહેલી ભીડને જોતા મુસાફરોની તકલીફ અને મુસાફરીના પ્રશ્નોને ધ્યાનમાં લઇને મુબંઇઉપનગરમાં MMRDA દ્વારા મેટ્રો સેવા શરુ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. આ માટે MMRDA દ્વારા અનેક પ્રોજેક્ટ પર કામ ચાલુ છે.
MMRDA દ્વારા 337 કિ.મી. લંબાઇવાળી મેટ્રોનું કામ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મેટ્રો 5નો પ્રોજેક્ટ પણ આવે છે. મેટ્રો 5 24.9 કિમી લાંબો હોવાથી તેના માટે અંદાજે 8 હજાર 416 કરોડ રુપિયાનો ખર્ચ થશે.
થાણે-ભીવંડી-કલ્યાણ મેટ્રો 5 લગભગ 24.9 કિલોમીટરનો છે. આ મેટ્રોના રસ્તા પર 17 સ્ટેશન આવશે તેથી થાણેથી કલ્યાણ સુધીનો પ્રવાસ ઝડપી બનશે. આ કામ બે ચરણમાં વહેંચમાં આવ્યું છે. જેમાં પહેલાં ચરણનું કામ થાણેથી ભિવંડી સુધીનું છે. આ પહેલા ચરણનું 71 ટકા કામ પૂરું થયું છે. જ્યારે ભીવંડીથી કલ્યાણ આ બીજા ચરણનું કામ જલ્દી શરુ થશે અને હવે આ જ મેટ્રો 5 નું વિસ્તરણ કરી તેને ઉલ્હાસ નગર સુધી લંબાવવામાં આવશે એવી જાણકારી એક અધિકારીએ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -