Homeદેશ વિદેશહવે આ બે રેલવે સ્ટેશને 'રેસ્ટોરાં ઓન વ્હીલ' ચાલુ કરાશે

હવે આ બે રેલવે સ્ટેશને ‘રેસ્ટોરાં ઓન વ્હીલ’ ચાલુ કરાશે

મુંબઈઃ મધ્ય રેલવેના હેરિટેજ સીએસએમટી સ્ટેશન પર ‘રેસ્ટોરાં ઓન વ્હીલ’ને મળેલી લોકપ્રિયતા પછી ઝોનના વિવિધ સ્ટેશન પર તેનો પ્રયોગ કરવામાં આવ્યા પછી હવે પશ્ચિમ રેલવેમાં આ પ્રકારની રેસ્ટોરાં કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના સૌથી ગીચ રેલવે સ્ટેશન અંધેરી અને બોરીવલી સ્ટેશન ખાતે ટ્રેનના જૂના કોચમાં રેસ્ટોરાં ચાલુ કરવામાં આવશે. મધ્ય રેલવેમાં આ રેસ્ટોરાંને નોંધપાત્ર પ્રતિભાવ મળ્યો છે. સીએસએમટી પછી નાગપુર સહિત રેલવે સ્ટેશને આવી રેસ્ટોરાં ચાલુ કરવામાં આવી છે, જેને પ્રવાસીઓ જ નહીં, પરંતુ અન્ય મુલાકાતીઓ પણ તેની મુલાકાત લે છે. ખાણીપીણીની રીતે પણ લોકોને ફૂડ ગુણવત્તાવાળું મળતું હોવાથી અન્ય રેસ્ટારાંની તુલનામાં આ રેસ્ટોરાંને લોકો વધારે પ્રાથમિકતા આપે છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેમાં મુંબઈ ડિવિઝનના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન ખાતે પણ રેસ્ટોરાં ઓન વ્હિલ ચાલુ કરવામાં આવશે. મુંબઈ ડિવિઝનના મહત્ત્વના સ્ટેશનમાં અત્યારે બોરીવલી અને અંધેરી રેલવે સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. અંધેરી રેલવે સ્ટેશનના પૂર્વમાં દસ નંબરના ગેટ નજીક લગભગ 143 ચોરસ મીટરના વિસ્તારમાં રેસ્ટોરાં ચાલુ કરવામાં આવશે. ઉપરાંત, ઓટોરિક્ષા માટે પણ ડેક હશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય રેલવે સ્ટેશનની તુલનામાં અંધેરી સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે, જે વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો લાઈન છે. અમુક લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને પણ હોલ્ટ આપવામાં આવે છે, તેથી પ્રવાસીઓ ફૂડ માટે તેની પસંદગી કરી શકે છે. અંધેરી રેલવે સ્ટેશનની સાથે સાથે બોરીવલી પૂર્વમાં (વિરાર દિશા)માં ચાલુ કરવામાં આવશે. રેસ્ટોરાં ઓન વ્હીલ કન્સેપ્ટને મેલ-એક્સપ્રેસના જૂના કોચને ડેવલપ કરીને તેમાં આધુનિક રેસ્ટોરાંના માફક બનાવાય છે. આ રેસ્ટોરાંમાં ભારતીય રેલવે માન્ય ભાવ આધારિત ફૂડ ઉપલબ્ધ કરાવાય છે, જેમાં ઈન્ડિયન, પંજાબી, ચાઈનીઝ સહિત કોન્ટીનેન્ટલ ફૂડનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -