ભારતીય રેલવે ડિસેમ્બર, 2023 સુધીમાં હાઈડ્રોજન પાવર સંચાલિત નેરોગેજ હેરિટેજ રુટમાં ટ્રેન દોડાવાશે, જેનાથી તે સંપૂર્ણપણે ગ્રીન કોરિડોર બનશે. આ હાઈડ્રોજન પાવર આધારિત ટ્રેનોની ડિઝાઈન ચીન અને જર્મની જેવી હશે. પાઈલટ પ્રોજેક્ટના ભાગરુપે ઉત્તર ભારત રેલવેની વર્કશોપમાં હાઈડ્રોજન ફ્યુઅલ આધારિત પ્રોટોટાઈપ રેક તૈયાર કરવામાં આવશે. હરિયાણાના સોનિપત-જિંદ સેક્શનમાં તેનું પરીક્ષણ કરાશે અને એનાથી એ હેરિટેજ રુટ સંપૂર્ણપણે ગ્રીન કોરિડોરના થશે. દુનિયાભરમાં જોવા મળ્યું છે કે જ્યાં સંપૂર્ણ કોરિડોરને વિદ્યુતીકરણ અથવા ખૂબ ખર્ચાળ હોય ત્યાં ખાસ કરીને ડીઝલ સંચાલિત એન્જિનોને હાઈડ્રોજન સંચાલિત એન્જિન સાથે બદલવામાં આવશે, જેથી ઉત્સર્જનમુક્ત વિકલ્પ પ્રદાન કરે તેની સાથે આર્થિક રીતે સ્પર્ધાત્મક પણ સાબિત થઈ શકે છે. ભારતીય રેલવેમાં હેરિટેજ રુટમાં ડીઝલના ઈંધણ સંચાલિત છે, જેમાં દાર્જિલિંગ હિમાલયન રેલવે, નિલગિરી માઉન્ટન રેલવે, કાલકા શિમલા રેલવે, માથેરાન હિલ રેલવે, કાંગરા વેલી, બિલિમોરા વઘઈ અને મારવાડ-દેવગઢ મદરિયા રુટનો સમાવેશ છે, જે તમામ રુટ નેરોગેજના છે.