પાણી અને ઈલેક્ટ્રિસિટી બાદ હવે ટીવી જોવાનું પણ મોંઘુ થશે અને એક રિપોર્ટ અનુસાર ડાયરેક્ટ ટુ હોમ એટલે કે ડીટીએચ સર્વિસ હવે મોંઘી થવા જઈ રહી છે. ટૂંકમાં કહેવાનું થાય તો કન્ઝ્યુમર્સ પર હવે એક વધારાનો ભાવવધારો ઝીંકવામાં આવી રહ્યો છે.
નવા ટેરિફ ઓર્ડર (NTO) 3.0ની અસર કસ્ટમર્સ પર જોવા મળશે. જોકે, આ ભાવવધારો ગ્રાહકો પર એક સાથે નહીં ઝીંકવામાં આવે. બ્રોડકાસ્ટર દ્વારા વધારવામાં આવેલી કિંમતનો બોજ ડીટીએચ ઓપરેટર કન્ઝ્યુમર્સ પર નાખી શકે છે.
રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ડીટીએચ સર્વિસની કિંમત એક સાથે નહીં વધારવામાં આવે અને તેને તબક્કાવાર વધારવામાં આવશે. રિપોર્ટમાં આગળ એવું પણ જણાવવામાં આવ્યું છે કે એક જ વખતમાં ભાવવધારો કરવામાં આવશે તો ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે અને એટલે જ તબક્કાવાર આ ભાવવધારો લાગુ કરવામાં આવશે. પરિણામે ગ્રાહકોને બિલમાં 25 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે.
FICCI-EY 2022ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ટીવી સબ્સ્ક્રપ્શન માટે એવરેજ રેવેન્યુ યુઝર કે ARPU 223 રૂપિયા છે. ટાટા પ્લેએ પબ્લિકેશને જણાવ્યું હતું કે કંપની આ ભાવવધારો 4થી 6 અઠવાડિયામાં કરશે. કસ્ટમર ડીટીએચ બિલ્સ પર પણ અસર જોવા મળશે. જોકે, આ ભાવવધારો ખૂબ વધુ નહીં હોય. કન્ઝ્યુમરને બિલમાં પાંચથી છ ટકાનો વધારો જોવા મળશે, કારણ કે ડીટીએચ ઓપરેટર્સ નેટવર્ક કેપેસિટી ફી કે એનસીએફમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં જોવા મળે.
તમારી જાણ માટે કે ઓવર ધ ટોપ એટલે ઓટીટી પ્લેટફોર્મ્સની સંખ્યા ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે અને આ ડીટીએચ ઈન્ડસ્ટ્રીના ગ્રાઉન્ડમાં પણ વધારો કરી રહ્યા છે. જો ડીટીએચ સર્વિસ મોંઘી થશે તો વધુને વધુ લોકો ઓટીટી તરફ ડાયવર્ટ થશે.