Homeઆમચી મુંબઈમુંબઈમાં મંજૂરી વગર બોરવેલ ખોદનારાઓનું આવી બનશે

મુંબઈમાં મંજૂરી વગર બોરવેલ ખોદનારાઓનું આવી બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં થાણે જિલ્લામાં બોરવેલ ખોદવાને કારણે અંડરગ્રાઉન્ડ ટનલને ભારે નુકસાન થયું હોવાનો બનાવ બન્યો હતો. તેથી સતર્ક થયેલી મુબંઈ મહાનગરપાલિકાએ મુંબઈ સહિત થાણેમાં રહેવાસી, બાંધકામ વ્યવસાયિકો સહિત અન્ય લોકોને મંજૂરી વગર બોરવેલ ખોદવા સામે કાયદેસર પગલાં લેવાની ચીમકી આપી છે.
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં પાણીપુરવઠો કરવા માટે ગુંદવલીથી ભાંડુપ કૉમ્પ્લેક્સ જળ શુદ્ધીકરણ કેન્દ્રના રિઝર્વિયર સુધી પાણી લઈ આવવા માટે અંડરગ્રાઉન્ડ ટનલ બાંધી છે. તેમ જ ભાંડુપ કૉમ્પ્લેક્સથી શહેર અને ઉપનગરના જુદા જુદા સર્વિસ રિઝર્વિયર અને સર્વિસ રિઝર્વિયરથી લઈને ગ્રાહકોને પાણીપુરવઠો કરવા માટે અંડરગ્રાઉન્ડ ટનલનું જાળું ઊભું કર્યું છે.
છેલ્લાં થોડાં વર્ષમાં કૂવા તથા બોરવેલ ખોદતા સમયે અંડરગ્રાઉન્ડ ટનલને નુકસાન થવાના બનાવ બન્યા છે. આવી દુર્ઘટનાને કારણે અનેક વખત પાણીપુરવઠો ખોરવાઈ જવાથી અને નાગરિકોને હાલાકી વેઠવી પડી છે.
તેથી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ અને થાણે જિલ્લાના તમામ રહેવાસી, બાંધકામ વ્યવસાયિક, ડેવલપર, સાર્વજનિક સંસ્થા, કૂવા ખોદનારા કૉન્ટ્રેક્ટર તેમ જ કૂવો ખોદવા માટે યંત્ર ઉપલબ્ધ કરનારા કૉન્ટ્રેક્ટર અને અન્ય નાગરિકોનેે વ્યક્તિગત અથવા સાર્વજનિક બોરવેલ ખોદવા પહેલાં મુંબઈ મહાનગરપાલિકા અથવા થાણે મહાનગરપાલિકા પાસેથી નિયમ મુજબ તમામ પ્રક્રિયા કરીને મંજૂરી લેવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -