Homeદેશ વિદેશખબરદાર, જો મહિલાના આવા ફોટો ક્લિક કર્યા છે તો...

ખબરદાર, જો મહિલાના આવા ફોટો ક્લિક કર્યા છે તો…

નવી દિલ્હીઃ સ્કર્ટ પહેરનાર મહિલા કે યુવતીના વાંધાજનક ફોટો ક્લિક કરનારાઓની હવે ખેર નથી. આવું કરનારને જેલના સળિયા ગણવા પડી શકે છે. જાપાનમાં આ બાબતે કાયદો બનાવવામાં આવી રહ્યો છે.

આ માટે અપસ્કર્ટિંગ જેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને એનો અર્થ એવો થાય છે. આનો અર્થ એવો થાય છે કે કોઈના પણ પરવાનગી વિના સેક્સ્યુઅલી ઈન્ટ્રયુસિવ ફોટોગ્રાફ ક્લિક કરવા. સમુદ્ર કિનારે બીચ પર બિકીની કે ટોપલેસ મહિલાઓના ફોટો ક્લિક કરવા પણ આ જ કેટેગરીમાં આવે છે. જો તમે પણ ડ્રોનથી કોઈ મહિલાઓના આ રીતે આપત્તિજનક ફોટો ક્લિક કરશો તો એ પણ ગુનાખોરીમાં આવશે.

આજે ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે ઓને દુરુપયોગ પણ વધી ગયો છે. હવે એમા મોબાઈલ અને કેમેરા આવી ગયા છે કે જેમાં તમે સામેવાળાની જાણ બહાર જ એના ફોટો ક્લિક કરી શકો છો. આવી પરિસ્થિતિમાં લોકો એવા ફોટો પણ ક્લિક કરે છે કે જે આપત્તિજનક હોય કે પછી એમના ઈનરવેર્સ સાથે સંકળાયેલા હોય.

અપસ્કર્ટિંગની વાત કરીએ તો કોઈ પણ મહિલા ટૂંકા વસ્ત્રોમાં જાહેર સ્થળો પર ફરતી હોય એ સમયે તમે બદઈરાદાથી કે ખોટા એંગલથી ફોટો ક્લિક કરો છો અને એને સેલ કરી દો છો. આનો હેતુ મહિલાની બદનામી કરવાનો પણ હોઈ શકે. મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો હાલમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં મહિલાઓની જાણ બહાર તેમના વાંધાજનક ફોટો ક્લિક કરવામાં આવ્યા હોય.

જાપાનની મેટ્રો ટ્રેનમાં આવી અનેક ફરિયાદો સામે આવી હતી અને એને કારણે ફરી એક વખત આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જાપાનમાં આ પ્રકારના ગુના કરનારાને ત્રણ વર્ષની સજા અને 18 લાખ રૂપિયા સુધીના ફાઈનની જોગવાઈ કરવામાં આવી છે. જાપાની મોબાઈલ કંપનીઓએ ઓડિબલ શટર સાઉન્ટ ટેક્નોલોજી ડેવલપ કરી છે અને એની મદદથી જેવી કોઈ વ્યક્તિ ફોટો ક્લિક કરે છે તરત જ ક્લિકનો સાઉન્ડ આવશે એટલે સામેવાળી વ્યક્તિને ખ્યાલ આવી જશે. એટલું જ નહીં જાપાને તો અપસ્કર્ટિંગને રેપની કેટેગરીમાં નાખી દીધું છે.

બીજા દેશોમાં શું કહે છે કાયદો-

⦁ સિંગાપોરમાં આવું કરનારને બે વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે

⦁ જર્મનીમાં આવા ગુના માટે બે વર્ષની જેલની ફટકારવામાં આવે છે.

⦁ જર્મનીની જેમ જ બ્રિટેનમાં પણ આવુ કૃત્ય કરનારને બે વર્ષની જેલની સજાની ગોઠવણ રાખવામાં આવી છે.

⦁ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો અહીં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જોગવાઈ છે. ઓસ્ટ્રેલિયાના એક સાંસદે આ પ્રકારનો ફોટો ક્લિક કર્યો હતો અને બાદમાં તેમણે પોતાની ભૂલ માની લીધી હતી. એટલું જ નહીં તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે તે આગામી ચૂંટણી નહીં લડે.

⦁ મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ આ માટે અલગ અલગ જોગવાઈ છે.

⦁ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ અને ભારતની વાત કરીએ તો અહીં આ ગુના માટે આઈપીસી 354-સી લાગુ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિની જાણ બહાર અને એમાં પણ જો સામે મહિલા હોય ત્યારે ફોટ ક્લિક કરવો એ અપરાધ છે. આ માટે તમને ત્રણ વર્ષની સજા થઈ શકે છે અને બીજી વખત એ જ ગુનો પાછો કરતાં પકડાતા સાત વર્ષની સજા કરવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -