અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે નેગેટિવ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. અદાણી ગ્રુપની નેટ વર્થ 137 અબજ ડોલરથી વધુ ઘટી ગઈ છે. તેમ જ અદાણી ગ્રુપની સાથે ગૌતમ અદાણીની નેટવર્થ $130 બિલિયનથી ઘટીને $35 બિલિયન જેટલી થઈ ગઈ છે. જોકે એકલા અદાણી નથી કે જેમણે આ વર્ષે નાણાં ગુમાવ્યા હોય અને આજે આપણે આવા જ ગુજરાતી ઉદ્યોગપતિ વિશે વાત કરીશું. અદાણી ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. ફોર્બ્સની બિલિયોનર લિસ્ટ મુજબ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $84 બિલિયન છે. આવા જ એક બિઝનેસમેન પણ છે જેમણે ગુમાવ્યા છે અબજો રૂપિયા આવો જોઇએ કોણ છે બિઝનેસ મેન-
અદાણી ગ્રુપની સાથે ગૌતમ અદાણીની નેટવર્થ $130 બિલિયનથી ઘટીને $35 બિલિયન થઈ ગઈ છે. બીજી તરફ ડીમાર્ટના ફાઉન્ડર રાધાકિશન દામાણીની સંપત્તિમાં 2023થી લઈને અત્યાર સુધીમાં 2.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
આ વર્ષે 1 જાન્યુઆરીથી રાધાકિશન દામાણીની નેટવર્થમાં $2.67 બિલિયનનો ઘટાડો થયો છે. વર્ષ 2023માં સંપત્તિ ગુમાવનારા ઉદ્યોગપતિઓની યાદીમાં રાધાકિશન ત્રીજા નંબરે આવે છે, તેમની નેટવર્થમાં 14 ટકા સુધીનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, રાધાકિશન દામાણીની કુલ સંપત્તિ ઘટીને $16.7 બિલિયન જેટલી થઈ ગઈ છે અને અબજોપતિઓની યાદીમાં 97માં નંબર પર આવે છે. ડીમાર્ટના સ્થાપક રાધાકિશન દામાણી એક અનુભવી ઇન્વેસ્ટર છે. 2002માં તેમણે મુંબઈમાં ડીમાર્ટનો પહેલો રિટેલ સ્ટોર ખોલ્યો હતો. અત્યારની વાત કરીએ તો દેશભરમાં ડીમાર્ટના 238 સ્ટોર આવેલા છે.
સંપત્તિ ગુમાવનારા ભારતીય ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણી નંબર 1 પર છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તેમણે અડધાથી વધુ સંપત્તિ ગુમાવી દીધી છે. જાન્યુઆરી 2023માં તેમની સંપત્તિ લગભગ $130 બિલિયન હતી, જે ઘટીને લગભગ $35 બિલિયન થઈ ગઈ છે.
અંબાણીને પણ લાગ્યો છે આંચકો
માત્ર ગૌતમ અદાણી જ નહીં, વર્ષ 2023માં મુકેશ અંબાણીને પણ મોટો ઝટકો લાગ્યો છે. મુકેશ અંબાણીની સંપત્તિ બે મહિનામાં ઘટીને $5.38 બિલિયન થઈ ગઈ છે. બ્લૂમબર્ગ અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિ ઘટીને 81.7 અબજ ડોલર થઈ ગઈ છે અને ફોર્બ્સની યાદી અનુસાર, અદાણીની નેટવર્થ $84 બિલિયન સુધી પહોંચી ગઈ છે. વિશ્વના ટોપ 10 અબજોપતિઓની ટોપ 10 યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ઉદ્યોગપતિ છે.