નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થયું હતું. ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મતદાન 16 ફેબ્રુઆરીએ યોજાયું હતું, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે મતદાન 27 ફેબ્રુઆરીએ યોજાયું હતું. ત્રિપુરામાં જ્યાં લગભગ 88 ટકા મતદાન થયું હતું, મેઘાલયમાં 76 ટકા અને નાગાલેન્ડમાં 84 ટકા મતદાન થયું હતું.
ત્રિપુરા – BJP+ 40, ડાબેરી+ 7, TMP 13 સીટો પર આગળ છે
નાગાલેન્ડ – BJP+ 49, NPF 8, કોંગ્રેસ 1, અન્ય 2 સીટો પર આગળ
મેઘાલય – BJP 12, NPP 24, INC 10, TMC 12, અન્ય 1 સીટ પર આગળ
એક્ઝિટ પોલ અનુસાર ત્રિપુરામાં ભાજપ ફરી એકવાર જીતશે. ભાજપ ત્રિપુરામાં જોરદાર જીત સાથે વાપસી કરી શકે છે. કુલ 60 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 55 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
નાગાલેન્ડમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. બાદમાં ભાજપ અને એનડીપીપીએ જનતા દળ યુનાઈટેડ અને અન્ય કેટલાક પક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી. હાલ નાગાલેન્ડમાં BJP+ મોટી જીત મેળવતી હોય એવું લાગે છે.