નવી દિલ્હીઃ બોલીવૂડમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓની વચ્ચે દોસ્તી યારીના સંબંધો બહુ પાક્કા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે દુશ્મની પણ ઓછી હોતી નથી. તાજેતરમાં દિલબર દિલબરની ડાન્સર અને જાણીતી અભિનેત્રી નોરા ફતેહીએ જાણીતી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની સામે કેસ કર્યો છે. આ બંને અભિનેત્રીની વચ્ચે તલવાર ખેંચવામાં આવી છે તે પણ કોમનમેન સુકેશ ચંદ્રશેખર સંબંધિત છે.
તમને જણાવી દઈએ કે નોરા અને જેકલીનની વચ્ચે કોમન લિંક સુકેશની છે. જેકલીન આ કેસમાં અપરાધી છે, જ્યારે નોરા આ કેસમાં મુખ્ય સાક્ષી છે. અને હવે બંને વચ્ચેનો વિવાદ વધુ વકર્યા બાદ નોરાએ જેકલીનની સામે કેસ કર્યો છે. નોરાએ પાટનગર દિલ્હી ખાતેની પટિયાલા કોર્ટમાં જેકલીનની સામે માનહાનિનો કેસ કર્યો છે. જેકલીનની સામે કરેલી ફરિયાદમાં નોરાએ દાવો કર્યો છે કે આ કેસમાં પોતાની છબિ ખરાબ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેણે હંમેશાં લોકોની સાથે સારા સંબંધ રાખવાની કોશિશ કરી છે. અહીં જણાવવાનું કે સુકેશના 200 કરોડના સ્કેમમાં હજુ સુધી કોઈ ચુકાદો આવ્યો નથી અને કોર્ટે આ મેટરની સુનાવણી પણ 20મી ડિસેમ્બરે ધકેલી છે. આ કેસમાં જેકલીન અનેક વખત કોર્ટના ચક્કર કાપી ચૂકી છે.