Homeઆપણું ગુજરાતનોન-સ્યુગર સ્વીટર્નસ વજન ઘટાડતા નથી, પણ...જાણો ડબલ્યુએચઓએ શું કહ્યું

નોન-સ્યુગર સ્વીટર્નસ વજન ઘટાડતા નથી, પણ…જાણો ડબલ્યુએચઓએ શું કહ્યું

આજકાલ વજન ઉતારવાના અને સ્વસ્થ રહેવાના રોજ નવા નવા અખતરા કરતા લોકો જોવામળે છે. તીખું, મીઠું, ગળ્યું, ખારું, ખાટું વગેરે જેવા સ્વાદ પોતપોતાની રીતે શરીર માટે આવશ્યક છે અને દરેક સ્વાદ સાથે જોડાયેલી વસ્તુઓનું મહત્વ છે. તેમ છતાં તેલ, ઘી, ખાંડ, અથાણાં, મસાલા વગેરે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થશે તેવા લોકોની સંખ્યા દેશમાં વધતી જાય છે. આ પ્રતબંધિત વસ્તુઓમાંની એક વસ્તુ છે. સાકર અથવા ખાંડ. ખાંડ ન ખાવી અને છતાં જીભને ગળપણનો સ્વાદ ચખાડવો હોય તો તેના વિકલ્પ તરીકે અમુક સ્વીટનર બજારમાં આવ્યા ને હાલમાં લોકો તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે, પરંતુ ડબલ્યુએચઓનો અહેવાલ કંઈક અલગ કહે છે. તેમના કહેવા અનુસાર નોન-સ્યુગર સ્વીટનર્સ (એનએસએસ) વજન ઘટાડવામાં ખાસ કઈ મદદ કરતા નથી, પરંતુ તે બીમારી નોતરી શકે છે. જોકે તેમનો આ અહેવાલ પ્રાથમિક છે અને હજુ તેમાં ઘણા સંશોધનો કરવાની જરૂર હોય તેમ તેઓ જણાવે છે.
અહેવાલ અનુસાર કૃત્રિમ અથવા કુદરતી રીતે મેળવેલા બિન-પૌષ્ટિક ગળપણ જેવા કે એસ્પાર્ટમ, સેકરિન અને સ્ટીવિયા અર્કને કંપનીઓ દ્વારા ખાંડના ‘તંદુરસ્ત’ વિકલ્પ તરીકે ગણવામાં આવે છે. ખાસ કરીને વજન ઉતારવા મથતા લોકો આવા ઉત્પાદનો વધારે વાપરતા હોય છે.
જોકે તાજેતરમાં જ WHO ની આગેવાની હેઠળ વિશ્વભરની યુનિવર્સિટીઓના નિષ્ણાતોની આંતરરાષ્ટ્રીય સમિતિએ તારણ કાઢ્યું હતું કે બિન-સાકર મીઠાઈઓ પુખ્ત વયના લોકો અથવા બાળકોમાં શરીરની ચરબી ઘટાડવામાં લાંબા ગાળાના લાભ આપતા નથી. એટલું જ નહીં, આ લોકોને લાંબા ગાળે ટાઇપ 2 ડાયાબિટીસ અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને પુખ્ત વયના લોકોમાં મૃત્યુદરના સંભવિત જોખમમાં મૂકી શકે છે.
NSS (નોન-સુગર સ્વીટનર્સ) સાથે ફ્રી શુગરને બદલવાથી વજન નિયંત્રણમાં મદદ મળતી નથી. લોકોએ મફત શર્કરાના સેવનને ઘટાડવાની અન્ય રીતો પર વિચાર કરવાની જરૂર છે, જેમ કે કુદરતી રીતે બનતી શર્કરા સાથેનો ખોરાક જેમ કે ફળ, અથવા મીઠાશ વગરના ખોરાક અને પીણાઓનું સેવન કરવું જોઈએ તેમ ડબ્લ્યુએચઓના ન્યુટ્રિશન અને ફૂડ સેફ્ટીના નિષ્ણાતે જણાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
NSS જરૂરી કે પૌષ્ટિક આહાર તત્વ નથી અને તેનું કોઈ પોષણ મૂલ્ય નથી. લોકોએ તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે નાનપણથી જ ભોજનમાં ગળપણ ઓછું લેવાની ટેવ વિકસાવવી જોીએ, તેમ પણ નિષ્ણાતોએ જણાવ્યું હતું. આ ભલામણ એવા વ્યક્તિઓને લાગુ પડતી નથી કે જેઓ પહેલેથી જ ડાયાબિટીસથી પીડાય છે.
સામાન્ય બિન-સાકરવાળા ગળપણની વસ્તુઓમાં એસસલ્ફેમ કે, એસ્પાર્ટેમ, એડવાન્ટેમ, સાયક્લેમેટ્સ, નિયોટેમ, સેકરિન, સુકરાલોઝ, સ્ટીવિયા અને સ્ટીવિયા ડેરિવેટિવ્ઝનો વગેરેનો સમાવેશ થાય છે. જોકે આ ભલામણ વ્યક્તિગત સંભાળ અને સ્વચ્છતા ઉત્પાદનોને લાગુ પડતી નથી તેમ જ WHO સ્વીકારે છે આ ભલામણો હજુ અમુક શરતોને આધીન છે.
આ સાથે એનએસએસ અને બીમારી થવા વચ્ચેનો સંબંધ હજુ વધારે અભ્યાસ માગી લેતો હોવાનું પણ ડબલ્યુએચઓએ નોંધ્યું હતું. આ સાથે આ અંગે પોલિસી ડિસિઝન લેતા પહેલા ઘણી ચર્ચાની જરૂર છે, તેમ પણ જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -