Homeતરો તાજાકોઈ રોકો ના...!!

કોઈ રોકો ના…!!

કોઈ રોકો ના…!!

આરોગ્ય એક્સપ્રેસ-ડૉ. મનોજ જોષી ‘મન’

આધુનિક ચિકિત્સા શાસ્ત્ર (મોડર્ન મેડિકલ સાયન્સ) અને આયુર્વેદ શાસ્ત્રમાં સૌથી મોટો ભેદ શું છે એ જાણો છો? આધુનિક ચિકિત્સા શાસ્ત્ર એ એનાં નામ મુજબ રોગોની ચિકિત્સા(ટ્રીટમેન્ટ) સાથે જોડાયેલું વિજ્ઞાન છે. જ્યારે આયુર્વેદ એ માત્ર રોગોની સારવાર સાથે જ નહીં સમગ્ર જીવન સાથે જોડાયેલું શાસ્ત્ર છે.
અળર્રૂૂીં ઈઁ્રૂરુટ મજ્ઞડ્રૂરુટ ઇરુટ અળ્રૂૂર્મીડ
જે આયુની વ્યાખ્યા કરે છે તે આયુર્વેદ છે આ દૃષ્ટિએ આયુર્વેદ એટલે જીવન વિજ્ઞાન.
આયુર્વેદનાં મુખ્ય બે પ્રયોજનમાં પણ આ વાત ઊડીને આંખે વળગે છે કે,
પ્રળજ્ઞઘર્ણૈ ખળશ્ર્ન્રૂ-શ્ર્નમશ્ર્નઠશ્ર્ન્રૂ- શ્ર્નમળશ્ર્નણુ્રૂ ફષઞપ્ર. અળટૂફશ્ર્ન્રૂ રુમઇંળફ પ્યપણપ્ર ખ
અહીં જોઈ શકાય છે કે આયુર્વેદનાં મુખ્ય પ્રયોજનમાં પણ સ્વસ્થ વ્યક્તિનાં સ્વાસ્થ્યની રક્ષા કરવી એ મુદ્દો પ્રથમ ક્રમે છે, રોગીઓનાં રોગ દૂર કરવા એ બીજા ક્રમ પર છે. આનો અર્થ એ જ કે જીવન સાથે સંકળાયેલ તમામ પાસાઓ પર ઝીણવટભરી નજર નાખી જ્યાં જ્યાંથી રોગો દાખલ થઈ શકે તેવાં છિદ્રો (લુપ હોલ ) દેખાય ત્યાં ત્યાં જીવનશૈલી, આહાર, વિહાર, ઔષધિ વગેરેનાં સુયોગ્ય પાલન (પથ્યપાલન, ચરી પાળવી, પરહેઝ પાળવી)કે ફેરફાર ( લાઈફ સ્ટાઈલ મોડીફિકેશન) દ્વારા એ છિદ્રો પૂરી દઈ ત્યાંથી રોગની શરીરમાં એન્ટ્રી જ ન થવા દેવી ને એ રીતે સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જાળવી રાખવું.
આ મુખ્ય પ્રયોજનને લક્ષ્યમાં રાખીને જ આયુર્વેદમાં રોજબરોજનાં જીવન સાથે જોડાયેલી તમામ બાબતોનો ખૂબ વિશદ વિચાર કરવામાં આવ્યો છે. જેમ કે દિવસ દરમિયાન કરવામાં આવતાં રોજિંદા કાર્યો ‘દિનચર્યા’ નામથી, રાત્રિ દરમિયાનનાં કાર્યો ‘રાત્રિચર્યા’ નામથી ખૂબ ઊંડાણપૂર્વક
વર્ણિત છે.
આ દિનચર્યા વગેરેમાં પણ પાછાં ઋતુ મુજબ ફેરફાર કરવાનાં.. જે ઋતુચર્યા નામથી વર્ણીત છે.
આવા સ્વાસ્થ્યને ટકાવી રાખનારા વિષયોનાં વર્ણન અંતર્ગત એક આખ્ખું પ્રકરણ ‘અધારણીય વેગો’ નામથી છે.
વેગ એટલે હાજત કે અર્જ (ઊફલિય).
આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય શરીર એ કુદરતનાં ચમત્કારરૂપ કરામતી યંત્ર છે. શરીરનાં તમામ આંતરિક અવયવો અને વિભિન્ન સિસ્ટમમાં ચોવીસે કલાક અલગ અલગ પ્રકારની મનોદૈહિક કે દેહધાર્મિક ક્રિયાઓ.. ચય ક્રિયા (અક્ષફબજ્ઞહશતળ) અપચય ક્રિયા (ઈફફિંબજ્ઞહશતળ) ને બન્ને સાથે મળી ચયાપચય (ખયફિંબજ્ઞહશતળ) ચાલુ જ હોય છે.
આ ક્રિયાઓ દરમિયાન નૈસર્ગિક રીતે કે ક્રિયામાં વિકૃતિ આવવાથી, જુદી જુદી સિસ્ટમમાં જુદાં વેગો (યફલિય) ઉત્પન્ન થાય છે.
જેમ કે વધુ પડતો માનસિક શ્રમ કરવાથી બગાસાં આવવાં (ઢફૂક્ષશક્ષલ), નાકમાં રજકણ કે તીવ્ર સુગંધ જવાથી છીંક આવવી આ બધાં કુદરતી/પ્રાકૃતિક વેગ કહેવાય. જ્યારે ખાવા પીવામાં ફેરફાર કે ઇન્ફેકશન થવાથી ઊલ્ટી થવી એ વિકૃતિને લઈને ઉત્પન્ન થતો પણ વેગ તો ગણાય જ.
આયુર્વેદમાં આવાં વિવિધ વેગોની એક સૂચિ આપવામાં આવેલી છે.
મજ્ઞઉંળણ્ર ણ ઢળફ્રૂજ્ઞટ્ર રૂળટ, રુરૂજ પુઠ્ઠ ષમ ટુચ ષૂઢળપ્ર ઇંળલ હપ઼ળલ ઘૂબ્પળ અહૂ ગડી ફજ્ઞટલળપ.
અર્થાત શરીરમાં ઉત્પન્ન થતાં
વાત = વાયુ = અધોવાયુ
વિડ = મળ
મૂત્ર
ક્ષવ = ક્ષવથુ = છીંક
તૃટ = તૃષા = તરસ
ક્ષુધા = ભૂખ
નિદ્રા = ઊંઘ
કાસ = ખાંસી =ઉધરસ
શ્રમશ્ર્વાસ = મહેનત કરવાથી ફૂલેલો શ્ર્વાસ
જ્રુમ્ભા = બગાસું
અશ્રુ = આસું = રુદન
છર્દી = વમન = ઊલ્ટી
રેતસામ્ = વીર્ય
વગેરે વેગોને ક્યારેય રોકવા ન જોઈએ એટલે કે
ઉપરના વેગ જો ઉત્પન્ન થઈ જાય તો તેને બળપૂર્વક દબાવવાની કોશિશ કદી ન કરવી જોઈએ. તેમને પૂર્ણ રૂપથી વિસર્જિત કે પરિપૂર્ણ થઈ જવા દેવાં જોઈએ.
આ તમામ વેગોને જો પરાણે રોકવામાં આવે તો તેને શાસ્ત્રની પરિભાષામાં વેગને ધારણ કર્યાં કહેવાય છે.
આ ધારણ કરેલા એટલે કે રોકેલા વેગ શરીરમાં જે તે વેગ સાથે જોડાયેલાં સિસ્ટમ (સંસ્થાન), અંગ કે અવયવનાં કાર્યમાં હાનિ પહોંચાડી વિભિન્ન વિકારો કે રોગો ઉત્પન્ન કરી શકે છે. જેમ કે,
નિદ્રાનો વેગ રોકવાથી : માથાનો દુખાવો,
આંખમાંથી પાણી નીકળવા, સુસ્તિ,
અંગમર્દ (બજ્ઞમુ ાફશક્ષ), નિર્ણયશક્તિ મંદ થવી…
…વગેરે લક્ષણો થઈ શકે છે. આવી જ રીતે જુદા જુદા વેગોને રોકવાથી થતાં જુદાં જુદાં લક્ષણો કે રોગો અને તેની ચિકિત્સાનું પણ આયુર્વેદમાં જે તે સ્થાને વિશદ વર્ણન કરેલું છે.
આજનાં સમયમાં જ્યારે ઇંીિિુ, ઠજ્ઞિિુ અને ઈીિિુ માં અટવાયેલો માણસ જાણ્યે અજાણ્યે અનેક રોગોને નોતરી બેસે છે ત્યારે અને કોરોનાકાળ પછી જ્યારે સમગ્ર વિશ્ર્વની નજર આયુર્વેદ તરફ વળી છે ત્યારે આયુર્વેદમાં વર્ણિત આવાં નાના નાના, સહેલાઈથી પાળી શકાય તેવાં પણ ખૂબ જ મહત્ત્વનાં નિયમો કે સૂચનાઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને સમસ્ત વિશ્ર્વની સુખાકારીનું જતન કરીએ અને એ દ્વારા લોકોને ભારતની ભવ્ય વિરાસતનું દર્શન કરાવીએ.
લર્મી ધમધ્ટૂ લૂરુઈંણ ર્ીં લર્મી લધ્ટૂ રુણફળપ્રૂળ ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -