પ્રશાસનનો દસ ફૂટ બ્રિજ અને છ અંડરગ્રાઉન્ડ સબવે બનાવવાનો નિર્ણય
મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર વાહનોની વધતી જતી અવરજવરને કારણે અકસ્માતો પણ મોટા પાયે વધી રહ્યા છે. ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અકસ્માતમાં મોત થયા બાદ પ્રશાસને અકસ્માતો ઓછા થાય એ માટે અલગ અલગ યોજનાઓ બનાવી છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને નેશનલ ઓથોરિટી વિભાગે તલાસરી બોર્ડર અને વર્સોવા બ્રિજ વચ્ચે દસ ફૂટ બ્રિજ અને છ અંડરગ્રાઉન્ડ સબવે બનાવવાનો નિર્ણય લીધો છે.
આ કાર્ય માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ કામ ૨૦૨૪માં પૂરું થવાની શક્યતા છે. હાઈવે પોલીસના એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે ફૂટ બ્રિજ અને સબવેના નિર્માણથી અકસ્માતોની સંખ્યામાં ચોક્કસ ઘટાડો થશે. હાઈવે નજીક વસતા ગામવાસીઓ રાતના સમયે કોઇ પણ ભય રાખ્યા વિના રસ્તો ઓળંગતા હોય છે, જેને કારણે અકસ્માત થતા હોય છે.