મંગળવાર 23મી મેના BMCના મુખ્યાલયમાં બહારના નાગરિકોના પ્રવેશ પર પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જી20 પરિષદના ડિઝાસ્ટર મિટિગેશન વર્કિંગ ગ્રુપનું એક પ્રતિનિધિમંડળ આજે BMC મુખ્યાલયની મુલાકાત લેવાના હોવાથી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સભ્યોની સુરક્ષાની દ્રષ્ટિએ 11 વાગ્યા બાદ આગંતુકોને બીએમસીની ઑફિસમાં પ્રવેશ નહીં કરવા દેવામાં આવે.
G20 કાઉન્સિલના ડિઝાસ્ટર મિટિગેશન વર્કિંગ ગ્રુપની બીજી બેઠક 23મેથી 25 મે 2023 સુધી મુંબઈમાં યોજાઈ રહી છે. આ વર્કિંગ ગ્રુપનું પ્રતિનિધિમંડળ 23મી મેના BMC Head Quartersની ટૂર કરશે. પ્રતિનિધિમંડળ આપાતકાલીન સ્થિતિ વિશે માહિતી મેળવવાનું છે નગર નિગમ મુખ્યાલય સ્થિત આપદા પ્રબંધન કક્ષમાં જઈને નગર નિગમના પ્રબંધન કાર્યોની માહિતી લેશે.
આ ઉપરાંત પ્રતિનિધિ મંડળ મુખ્યાલયનું હેરિટેજ વૉક પણ કરશે, કારણ કે જી-20 પ્રતિનિધિમંડળમાં મહત્વપૂર્ણ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, આથી જ નગર નિગમ પ્રશાસન દ્વારા પણ આ બધા સભ્યોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતાની સાથે જ મંગળવારના 23મી મે, 2023ના રોજ સવારે 11 વાગ્યા બાદ આગંતુકોને નગર નિગમની મેઈન ઑફિસમાં પ્રવેશ ન કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે ભારત G-20 દેશોના સમૂહની અધ્યક્ષતા કરી રહ્યું છે અને આ હેઠળ વિભિન્ન વિષયો પર દેશના વિભિન્ન શહેરોમાં જી-20 દેશોના કાર્યકારી સમૂહોની બેઠકો આયોજિત કરવામાં આવી રહી છે. મંગળવારે 23મી મેથી ગુરુવારે 25મી મે 2023 સુધી મુંબઈમાં `ઇમરજન્સ રિસ્ક મિટિગેશન` પર જી-20 દેશોના વર્કિંગ ગ્રુપની બેઠક યોજાશે.