ભાગેડુ નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો
કરોડો રુપિયાના કૌભાંડી અને ભારતના ભાગેડુ ડાયમંડ વેપારી નીરવ મોદીને બ્રિટનની કોર્ટથી નિરાશ થવું પડ્યું છે અને કોર્ટમાં નીરવ મોદીના પ્રત્યાર્પણની નિરવ મોદીની અરજીને ફગાવી દેતા આખરી વિકલ્પ પર પણ પાણી ફરી વળ્યું છે, તેથી બ્રિટનમાં તેની પાસે કોઈ કાયદાકીય વિકલ્પ નહીં રહેવાથી ભારત પરત ફરવું પડી શકે છે. તાજેતરમાં બ્રિટનની કોર્ટે તેની અરજીને ફગાવી છે, પરંતુ યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાં જઈને અપીલ કરી શકે છે. જોકે, બ્રિટનની કોર્ટે તેની અરજીને ફગાવી નાખતા નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે, પરંતુ હજુ પણ તેની સામે અનેક અવરોધો છે તેને દૂર કરવાનું જરુરી છે, એમ કાયદાકીય નિષ્ણાતોએ જણાવ્યું હતું.
ગયા અઠવાડિયા દરિમયાન ભારતીય પ્રશાસને બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં ભાગેડુ નીરવ મોદીના પ્રત્યાર્પણના આદેશની સામે મંજૂરી માગી હતી. બ્રિટનની કોર્ટમાં ભારત સરકાર તરફથી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ)એ 51 વર્ષના નીરવ મોદીની અપીલ સામે પોતાનો જવાબ આપ્યો હતો. હાઈ કોર્ટે તેની અરજીની ફગાવી નાખી હતી. ઉલ્લેખનીય છે કે 2018માં પંજાબ નેશનલ બેંકમાં લગભગ 11,000 કરોડ રુપિયાના કૌભાંડનો નિરવ મોદી આરોપી છે.