નિક્કી તંબોલીએ તેના ગ્લેમરસ લૂક અને આઉટફિટ્સને કારણે ચર્ચામાં રહે છે. તે અવારનવાર તેના હોટ લૂક્સથી સોશિયલ મીડિયા પર માહોલ ગરમાવી દે છે. ભૂતકાળમાં પણ આ એક્ટ્રેસે ક્રોપ ટોપ્સ કે પછી શોર્ટ ડ્રેસ પહેરીને ફેન્સના હોંશ ઉડાવી દીધા હતા અને ફેન્સ પણ તેના ફોટોશૂટના ફોટોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. અન્ય એક્ટર-એક્ટ્રેસની જેમ નિક્કી તંબોલી પણ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ જોવા મળે છે.
નિક્કી હંમેશા જ ગ્લેમરસ અંદાજ, બોલ્ડ લૂક અને બ્યુટીને કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે. હાલમાં ફરી એક વખત એક્ટ્રેસ પોતાના લૂક્સને કારણે ચર્ચામાં આવે છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના સિલ્વર આઉટફિટ્સના ફોટો પોસ્ટ કર્યા હતા. ફોટો પોસ્ટ કર્યાની ગણતરીની પળોમાં જ તે વાઈરલ થવા લાગ્યો હતો.
નિક્કી આ આઉટફિટ્સમાં ખરેખર કોઈ બાર્બી ડોલથી જરા પણ ઓછી ઉતરતી નથી. નિક્કી સિલ્વર અને બ્લેક આઉટફિટ્સમાં કયામત લાગી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિક્કી સલમાન ખાનના રિયાલિટી ટીવી શો 14ની એક સ્પર્ધક રહી ચૂકી છે. આ શોમાં તે તેના મૂંહ ફટ સ્વભાવને કારણે ખાસ્સી એવી ચર્ચામાં રહી છે. શોમાં રૂબિના દલૈક સાથેના તેના સંબંધો ખૂબ જ સારા હતા. શો બાદ પણ નિક્કી રૂબિના અને તેના પતિ અભિનવ સાથે જોવા મળતી હોય છે.