સુકેશ ચંદ્રશેખર કેસ ઘણા સમયથી ચર્ચામાં છે. આ કેસમાં જેકલીન અને નોરા ફતેહી સિવાય નિક્કી તંબોલી અને ચાહત ખન્નાનું નામ પણ સામે આવ્યું હતું. જેકલીન સિવાય ચાહત અને નિક્કીએ પણ સુકેશ પાસેથી મોંઘી ગિફ્ટ્સ લીધી હોવાનું કહેવાય છે. આના સિવાય બંને સુકેશને મળવા માટે જેલમાં જતા હતા. હવે નિક્કી તંબોલીએ આ મામલે મૌન તોડ્યું છે.
હાલમાં જ નિક્કી તંબોલીએ સુકેશ કેસ પર મીડિયા સામે પોતાની વાત રજૂ કરી છે. એક ઈવેન્ટ દરમિયાન જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું તો નિક્કીએ કહ્યું- ‘હું જે બોલવા માંગુ છું તે જ બોલીશ. જુઓ, દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો. હું દુનિયાને જણાવવા માંગતી નથી કે હું કેવી રીતે વ્યવહાર કરું છું. નિક્કીએ આ મામલે સ્પષ્ટ કંઈ કહ્યું નથી પરંતુ એવું લાગે છે કે જે દાવા કરવામાં આવી રહ્યા છે તે સાચા છે