મુંબઈઃ લોકલ ટ્રેન મુંબઈગરાની લાઈફલાઈન છે અને આ જ લાઈફલાઈનમાં મુસાફરી કરવાનું મુંબઈગરા માટે કપરું બનશે. પશ્ચિમ રેલવે પર શનિવારે રાતે ગોખલે બ્રિજનું ગર્ડર દૂર કરવા માટે બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે લોકલ ટ્રેનો પર તેની અસર જોવા મળશે.
આ સ્પેશિયલ નાઈટ બ્લોક વિશે માહિતી આપતા પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે 11મી અને 12મી માર્ચના રાતે વિલેપાર્લે-અંધેરી વચ્ચે પાંચમી લાઈન અને પ્લેટફોર્મ નંબર 9 રાતના 9 વાગ્યાથી રવિવારે સવારે 5.30 કલાક સુધી નાઈટ બ્લોક હાથ ધરીને ગોખલે બ્રિજના ગર્ડરને દૂર કરવામાં આવશે. આ બ્લોક અંતિમ તબક્કાનો છે અને. આ સમયગાળા દરમિયાન 15 લોકલ ટ્રેન રદ કરવામાં આવશે.
આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર ચાર મધરાતે 12.10થી સવારે 4.40 સુધી બંધ રહેશે. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે શનિવાર રાતે 12:10થી સાંજના 4:40 વાગ્યા સુધીના બ્લોક દરમિયાન, ગોરેગાંવ સુધી નિર્ધારિત લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. મુસાફરો હાર્બર લાઇન પર ગોરેગાંવથી ચર્ચગેટ સુધી મુસાફરી કરી શકે છે. ગોરેગાંવ સ્ટેશનના પ્લેટફોર્મ 1 અને 2થી વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. વિરારથી ચર્ચગેટ વચ્ચે છેલ્લી ફાસ્ટ લોકલ રાત્રે 11.15 વાગ્યે વસઈ રોડથી અંધેરી માટે છેલ્લી ધીમી લોકલ રાત્રે 11.15 વાગ્યે દોડાવવામાં આવશે. બોરીવલીથી ચર્ચગેટ માટે છેલ્લી ધીમી લોકલ રાત્રે 11.34 કલાકે ઉપડશે.
આ બ્લોકના સમયગાળા દરમિયાન કેટલીક લાંબા અંતરની ટ્રેનો પણ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. ગોખલે ROBએ અંધેરીમાં મુખ્ય પૂર્વ-પશ્ચિમ કનેક્ટ કરે છે અને આ આરઓબી SV રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે જોડાયેલો છે.