Homeદેશ વિદેશનિફ્ટી ફરી તેની તાજેતરની ઊંચી સપાટી અંકે કરવાનો પ્રયાસ કરી શકે

નિફ્ટી ફરી તેની તાજેતરની ઊંચી સપાટી અંકે કરવાનો પ્રયાસ કરી શકે

મુંબઇ: અનેક ઘટના વચ્ચેથી પસાર થયેલી સમીક્ષા હેઠળનું સપ્તાહ શેરબજારમાં ઘણી અફડાતફડી મચાવતું પસાર થયું છે. જોકે, એકધારી તેજીને બ્રેક પણ લાગી અને ફરી વિદેશી સંસ્થાકીય રોકાણકારોના વલણ પર બજારની દિશાનો આધાર સ્થળાંતરિત થયો છે. શેરબજારમાં સટ્ટો કરનારા માટે એક જ આશાની કિરણ જેવી બાબતમાં ચાર્ટિસ્ટોએ એવી આગાહી કરી છે કે, આ સપ્તાહે નિફ્ટી ફરી તેની તાજેતરની ઊંચી સપાટી અંકે કરવાનો પ્રયાસ કરશે. આમ સટોડિયા તેજીની આશા રાખી શકે!
એમ કહી શકાય કે આખલાઓ પોરો ખાધો. નિફ્ટીએ થોડો વિશ્રામ કરવાનું પસંદ કર્યું અને પરિણામ સપ્તાહ દરમિયાન આ બેન્ચમાર્ક એકાદ ટકો ગુમાવીને ૧૮,૫૦૦ પોઇન્ટના સ્તરની નીચે બંધ થયો. બેન્કિંગ સ્પેસમાંથી ૦.૫ ટકાથી વધુનો ફાયદો થયો હોવા છતાં ટેક્નોલોજી શેરોએ બાજી બગાડી નાંખી હતી. એનએસઇ આઇટી ઇન્ડેક્સ ગયા અઠવાડિયે છ ટકાથી વધુ ઘટ્યો હતો.
એકંદર વેચવાલીના હવામાન વચ્ચે વ્યાપક બજારો પણ વેચવાલીના દબાણ હેઠળ રહ્યા હતા અને મિડકેપ અને સ્મોલ કેપ શેરઆંકો સમીક્ષા હેઠળના ગયા અઠવાડિયે એકાદ ટકા કરતા વધુ ગબડ્યા હતા. ટોચના ટેક્નિકલ એનાલિસ્ટ્સે જોકે એવી આગાહી કરી છે કે, આગળ જતાં અમે નિફ્ટીને ૧૮૪૦૦-૧૮૫૦૦ના વર્તમાન સ્તરો અને સ્ટેજ રિકવરી નજીક સપોર્ટ મળવાની અપેક્ષા રાખીએ છીએ.
જાણીતા વિશ્ર્લેષકે કહ્યું હતું કે ડેટા ફ્રન્ટથી કોલ સ્ટ્રાઇક્સમાં ભારે ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ-અપ જોવા મળી રહ્યું છે જે મર્યાદિત અપસાઇડ્સની અપેક્ષાઓ સૂચવે છે. સૌથી વધુ કોલ બેઝ ૧.૫ કરોડથી વધુ શેર સાથે ૧૮૬૦૦ સ્ટ્રાઈક પર નીચું સ્થાનાંતરિત થયું છે, જે તેને આગામી સપ્તાહ માટે એક મહત્વપૂર્ણ અવરોધ બનાવે છે.
અગ્રણી ચાર્ટિસ્ટે કહ્યું હતું કે, અમારૂં માનવું છે કે માસિક સેટલમેન્ટ સુધીમાં ૧૮,૫૦૦ની ઉપર બેન્ચમાર્ક માટે ૧૮૮૦૦ના લક્ષ્યાંકની આશા રાખી શકાય. નીચી વોલેટિલિટી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ઊંચા નેટ લોંગ્સ અંગેની ચિંતાઓ તાજેતરના પ્રોફિટ બુકિંગ સાથે શમી ગઈ છે કારણ કે અત્યાર સુધીના મહિના દરમિયાન નેટ લોંગ્સ લગભગ એક લાખ કોન્ટ્રાક્ટથી ઘટીને માત્ર ૩૬,૦૦૦ કોન્ટ્રાક્ટ્સ થઈ ગયા છે. જો કે, વોલેટિલિટી હજુ પણ નીચલી બાજુએ રહે છે.
તેમણે કહ્યું હતું કે અમારૂ માનવું છે કે નિફ્ટી આ અઠવાડિયે ફેડરલ ઓપન માર્કેટ કમીટી મીટ પહેલા થોડો સુધારો દાખવશે અને તાજેતરના ઉચ્ચ સ્તરને હાંસલ કરવા ફરી એક વખત ઉછાળો મારશે. ટ્રેડર્સ ૧૮૭૦૦થી ૧૮૦૦૦ની વચ્ચે ટાર્ગેટ રાખીને બુલ કોલ સ્પ્રેડ વ્યૂહરચના અજમાવી શકે છે જ્યાં મહત્તમ પ્રોફિટ બુકિંગ ૧૮૭૩૦થીઉપરની સપાટીએ જોવા મળે એવી સંભાવના છે. નવમી ડિસેમ્બરે સમાપ્ત થયા સપ્તાહમાં સેનસેક્સ ૬૮૬.૮૩ પોઇન્ટ એટલે કે ૧.૦૯ ટકાના ઘટાડા સાથે ૬૨,૧૮૧.૬૭ પોઇન્ટના સ્તર પર બંધ થોય હતો. જ્યારે નિફ્ટી ૧૧૨.૭૫ પોઇન્ટ એટલે કે ૧.૦૬ ટકા તૂટીને ૧૮૪૯૬.૬ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. ગયા સપ્તાહે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ છ ટકા તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ ૩.૪ ટકા તૂટીને બંધ થયો હતો. જ્યારે નિફ્ટી એનર્જી, ફાર્મા અને મીડિયા ઈન્ડેક્સ બે ટકા તૂટ્યા છે. જ્યારે બીજી તરફ નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ ૪.૭ ટકા અને નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ ૨.૨ ટકા વધીને બંધ થયો છે.
નવમી ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં સતત બે સપ્તાહની તેજી અટકતી જોવા મળી હતી. આ સમાપ્તના દરમિયાન ઘણી વોલેટાઈલ રહી. આ દરમિયાન આરબીઆઈની તરફથી થયેલા યાજ દરોના વધારા, વિદેશી સંસ્થાગત રોકાણકારની તરફથી થઈ રહેલી વેચવાલી, ગુજરાતમાં બીજેપીની જીત, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો, અમેરિકાના સારા પીએમઆઈ અને રોજગાર આંકડા તેમ જ આવનારા સપ્તાહમાં યૂએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારાનો અનુમાન બજારની ચાલ પર તેની અસર જોવા મળી હતી. માર્કેટકેપની દ્રષ્ટિએ સેન્સેક્સની ટોપ-૧૦ કંપનીઓમાંથી પાંચ કંપનીઓના સંયુક્ત માર્કેટકેપમાં ૧.૬૭ લાખ કરોડનું ધોવાણ થયું હતું અને તેમા પણ રિલાયન્સમાં સૌથી વધુ ધોવાણ નોંધાયું હતું. ગત સપ્તાહે બીએસઈ સેન્સેક્સ પણ ઓવરઓલ નરમ સેન્ટિમેન્ટ વચ્ચે ૬૮૬.૮૩ પોઈન્ટ્સ અથવા ૧.૦૯ ટકા ગગડી ગયો હતો. વિતેલા સપ્તાહે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટીસીએસ, ઈન્ફોસિસ, ભારતી એરટેલ અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે હિન્દુસ્તાન યૂનિલિવર, એચડીએફસી બેન્ક, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એસબીઆઈ અને એચડીએફસીના માર્કેટકેપમાં વૃદ્ધિ જોવા મળી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપમાં રૂ. ૭૬,૮૨૧.૦૧ કરોડ ગગડીને રૂ. ૧૭,૬૫,૧૭૩.૪૭ કરોડ થયું હતું. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસનું માર્કેટકેપ રૂ. ૫૩,૬૪૧.૬૯ કરોડ ઘટીને રૂ.૧૨,૦૪,૭૯૭.૫૫ કરોડ થયું હતું. આઈટી કંપની ઈન્ફોસિસનું માર્કેટકેપ પણ રૂ.૨૯,૩૩૦.૩૩ કરોડના ઘટાડા સાથે રૂ.૬,૬૦,૧૮૪.૭૬ કરોડ અને ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. ૭,૭૦૫.૦૮ કરોડના ઘટાડા સાથે રૂ. ૪,૬૪,૫૨૯.૮૪ કરોડ નોંધાયું છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ક્ષેત્રે વિવિધ કંપનીઓ પોતાનું યોગદાન આપી રહી છે. પર્યાવરણ રક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે આકાશ બાઇજુસના ૨૦૦ વિદ્યાર્થી અને ફેકલ્ટી સભ્યો મેટ્રોપોલીસના પ્રખ્યાત જુહુ બીચ પરથી પ્લાસ્ટિક કચરો દૂર કરવાની ઝુંબેશમાં સહભાગી થયા હતા. આ પહેલ એ આકાશ બાઇજુસની જંક ધ પ્લાસ્ટિક ઝુંબેશનો એક ભાગ છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને તેના રિસાઇક્લિગં અંગે યુવાઓમાં જાગરૂકતા લાવવાનો છે. વર્ષનો અંત આવી રહ્યો હોવાથી ક્રિસમસ અને નવા વર્ષની તૈયારીરૂપે જ્વેલરી ક્ષેત્રે પણ હલચ શરૂ થઇ છે જેમાં નવા ટ્રેન્ડમાં પ્લેટિનમ ડેઇઝ ઓફ લવ દ્વારા પ્લેટિનમ લવ બ્રાન્ડસની રજૂઆત થઇ રહી છે. સોના કરતા પણ વધુ કિંમતી ગણાતા ૯૫ ટકા શુદ્ધ પ્લેટિનમમાંથી
બનેલા પ્લેટિનમ લવ બ્રાન્ડનું ક્યુરેટેડ કલેકશન અગ્રણી જ્વેલરી રીટેલર્સ પાસે ઉપલબ્ધ છે. —————-
કેપજેમિનીનો ઇકો ફ્રૅન્ડલી પહેલને ટેકો
મુંબઈ: કેપજેમિનીએ તેના બિઝનેસ રિસોર્સ ગ્રુપ સસ્ટેનેબિલિટી હેઠળ પર્યાવરણના હિત રક્ષણ માટેના ઇકો ફ્રેન્ડલી પહેલ અંતર્ગત પૃથ્વી મેળાનું આયોજન કર્યું હતું. કેપજેમિની ઈન્ડિયા કોર્પોરેટ રિયલ એસ્ટેટ સર્વિસિસ અને સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કર્મચારીઓ, ગ્રાહકો અને ભાગીદારો માટે નિદર્શિત કરવામાં આવેલી સસ્ટેન્સિબિલિટીની પહેલનું પ્રદર્શન કર્યું. સસ્ટેન્સિબિલિટી એજન્ડા સાથે પ્રવૃત્તિઓમાં ઉર્જા માટે સાયકલિંગ, ફોટોગ્રાફી ઝોન, સોશિયલ મીડિયા ઇન્ટરએક્શન ઝોન અને પોટરી કોર્નરનો સમાવેશ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -