ગેંગસ્ટર – ટેરર ફંડિગ- આર્મ્સ સપ્લાયર નેક્સસમાં એનઆઇએ દ્વારા દેશભરમાં 70થી વધુ સ્થળોએ છાપા મારવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. એક વેબપોર્ટલ પરથી મળતી માહીતી મૂજબ એનઆઇએના મત પ્રમાણે પાકિસ્તાન, નેપાળના રસ્તે ભારતમાં હથિયારો સપ્લાય કરે છે. એનઆઇએ એ યુપીના પ્રતાપગઢ અને પીલીભીતમાં પણ છાપા માર્યા છે. ગેંગસ્ટર કેસને લઇને એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) એક્શનમાં આવી ગઇ છે. ટેરર ફંડિગ અને હથિયારોને લઇને એનઆઇએ એ ઘણા રાજ્યોના ઘણા બધા શહેરોમાં એક સાથે રેડ પાડી છે. આ રેડમા ઘણાં ગેંગસ્ટર તથા તેમના સાથીદારો પાસેથી હથિયારો મળી આવ્યા છે. પ્રાપ્ત વિગતો મૂજબ ગેંગસ્ટર- ટેરર ફંડિગ – આર્મ્સ સપ્લાયર નેક્સસ કિસ્સામાં એનઆઇએ એ ઉત્તર પ્રદેશની સાથે સાથે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્લી, ચંદીગઢ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં છાપા માર્યા છે.
કહેવાઇ રહ્યું છે કે એનઆઇએ એ 70થી વધુ સ્થળોએ રેડ પાડી છે. યુપીની રાજધાની લખનવ સહિત પીલીભીત અને પ્રતાપગઢમાં પણ રેડ પાડવામાં આવી છે. આ અંગે એક વેબપોર્ટલમાંથી મળતી માહિતી મુજબ યુપીમાં આર્મ્સ સપ્લાયર અને ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જોડાયેલા લોકોના ઠિકાનાઓ પર રેડ પાડવામાં આવી છે. યૂપીમાં લેરિન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા લોકોના ઠેકાણાઓ પર એનઆઇએ એ છાપા માર્યા છે. હરિયાણાના સિરસા, નરનૌલ, યમુનાનગર અને ગુરુગ્રામમાં પણ છાપા મારવામાં આવ્યા છે. નરનૌલમાં એનઆઇએ એ ગૈંગસ્ટર સુરેન્દર ઉર્ફે ચીકૂના ઘરે રેડ પાડી છે. એનઆઇએના સૂત્રો પ્રમાણે ભારતમાં નેપાળના રસ્તે હથિયારો સપ્લાય થાય છે. જેની પાછળ પાકિસ્તાનનો હાથ છે.