Homeઉત્સવઅગામી તા. ૧૭થી શનિ કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે -ક આ પરિભ્રમણ સતત...

અગામી તા. ૧૭થી શનિ કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે -ક આ પરિભ્રમણ સતત અઢી વર્ષ સુધી ચાલશે -ક દેશ-દુનિયાની પરિસ્થિતિમાં અમૂલ પરિવર્તન લાવશે

જ્યોતિષ દર્શન -આશિષ રાવલ

શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી સતત રહેતો હોય છે. અગામી તા.૧૭ મંગળવારના સાંજે ૫.૫૦ કલાકે શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. દરેક વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી વધારેમાં વધારે ત્રણ વખત આવતી હોય છે. શનિ બહુ ધીમે-ધીમે ચાલતો ગ્રહ મંદ ગતિનો ગણાય છે.
શનિ મકર અને કુંભ રાશિમાં સ્વગૃહી બને છે. તુલામાં ઉચ્ચનો બને છે. મેષમાં નીચનો થાય છે. કર્ક, સિંહ રાશિમાં શત્રુ ઘરનો શનિ અશુભ ફળ આપનાર છે. વૃષભ અને તુલા લગ્નમાં યોગકારક બનતો હોય છે. નૈસર્ગિક કુંડલી પ્રમાણે શનિ ૧૧માં ઘરમાં પસાર થવાથી શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન આવે. શેરબજાર, સટ્ટા બજાર, બિટકોન માર્કેટમાં મોટા ચડાવ-ઉતાર જોવા મળે.
સમગ્ર દેશભરમાં આવાસ-યોજના વેગવંતી બને. જૂની સોસાયટી, ફલેટ, કોમ્પ્લેક્ષ, એપાર્ટમેન્ટમાં રેનોવેશન મોટા પ્રમાણમાં આવે. રોડ, રસ્તાઓ, પુલો નવા નવા બને તેનાથી વાહન વ્યવહારમાં સુલભતા જોવા મળે. શનિ પોતે દંડ
કારક હોવાથી માફિયાનો સફાયો થાય.
નવી નવી માંદગીઓનો રહીશોએ મુકાબલો કરવો પડે. સરકારી યોજનાઓ દ્વારા મેડીકલ સેવાઓ મળે. સ્મશાનોમાં અત્યંત આધુનિકરણ આવે. આ વર્ષના મધ્યમાં માર્કેટમાં મંદી ભરડો લેશે. તમામ કળા કલરની ચીજ વસ્તુઓ મોંઘી થાય તેમ જ ઝઘડાઓ વધે. સામાજિક વ્યવસ્થામાં ઘણા બધા
શુભ પરિવર્તનો આવે. વરસાદ સારો થાય. પાક બગાડી શકે.
રાજકીય મહાનુભાવો
માટે સત્તા હાંસલ કરવા માટે કપરો સમય સાબિત થાય. આ પરિભ્રમણ બ્રાહ્મણો માટે કસોટીરૂપ સાબિત થાય પરંતુ દલિતો માટે ગોલ્ડનમય બની રહે. આ પરિભ્રમણ દરેક રાશિના જાતકોને પોતાની ચંદ્ર રાશિથી કેવું રહેશે તે નીચે મુજબ દર્શાવેલ છે.
(૧)મેષ (અ,લ,ઇ):- શનિનું કુંભ રાશિમાં પરિભ્રમણ આપને ખૂબ જ યાદગાર તેમજ લાભકારક બની રહેશે.ધણાં લાંબા સમય પહેલા વડીલો સાથેના બગડેલા સંબંધો સુધરે. કર્મક્ષેત્ર શુભ પરિવર્તન સંભવ.નવા મિત્રો નો સાથ-સહકાર સારો મલે.સંતાન ની ભાગ્ય ઉન્નતિ સારી થાય.સામાજિક સેવામાં વધુ કાર્યશીલ બની શકાય. અનઅપેક્ષિતમાં માન,સન્માન તેમજ પ્રતિષ્ઠામાં વધારો થાય. નિત્ય ઈષ્ટદેવ સાથે શનિ દેવનો દીપ પ્રાગટ્ય કરવાથી મન ના મનોરથ પરિપૂર્ણ થાય. દાંતને લગતી વધુ સમસ્યા વકરે.
(૨)વૃષભ (બ,વ,ઉ):- શનિનું દસમાં ભાવે પરિભ્રમણ મધ્યમ બની રહે. નોકરી-ધંધામાં પારાવાર મુશ્કેલીઓ આવે. માતાને માંદગી હોય તો વધી શકે. કોર્ટ કચેરી બંધન યોગ આકસ્મિક સંભવ. અકારણ ખર્ચા વધી શકે. વિદેશના વીઝા મળી શકે. લગ્ન જીવનમાં પ્રવાસ પર્યટન થાય. જાહેર જીવનમાં માનહાનિ સંભવ. શેરબજાર થી આકસ્મિક ધનલાભ. નવા મકાન-વાહન યોગ સંભવ. હનુમાન ચાલીસાના પાઠ અવશ્ય ફળે. પેટના દર્દો
વધારે સતાવે.
(૩) મિથુન (ક,છ,ઘ):- શનિની નાની પનોતી ઊતરી ગયેલ છે અલબત્ત પનોતીમાંથી મુક્ત થયા છો. ભાગ્ય પરિવર્તન માટે શુભ સમય. બગડેલા ભાઈ-ભાંડુ સાથે સંબંધો ધીમે-ધીમે સુધરે.પાડોશી સાથે યાદગાર મુસાફરી થઈ શકે. કર્મક્ષેત્રે શુભ પરિવર્તન માટે નવી નવી ઉજવળ તકોનું નિર્માણ થાય. નવા-નવા કરારો લાંબા ગાળાનો સંભવ.સામાજિક સંબંધોમાં વાદ-વિવાદ થવાથી નાહકની ઉપાધિ આવી શકે. વિદ્યાર્થી વર્ગ માટે મધ્યમ સમય.ગૃહિણીઓ માટે વધુ જશ કારક સમય સાબિત થાય. જીવદયા કરવાનીથી પ્રવૃત્તિ વધારે ફળે.ચામડીના દર્દોથી સંભાળવું.
(૪)કર્ક (ડ, હ):- શનિની અઢી વર્ષની નાની પનોતી રુપા પાયાના રૂપે શરૂ થાય છે. જે નિશ્ર્ચિત શુભફળ આપનાર બનશે. મહેનતના પ્રમાણમાં આવકની પ્રાપ્તિ ઓછી થાય.વિદ્યાર્થી વર્ગે વિદ્યા અભ્યાસમાં વધુ પરિશ્રમ કરવો પડે. સંતાન પ્રાપ્તિ માટે શુભ સમય. લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શુભ સમય. માનસિક મનોસ્થિતિ બગડે. જુના મિત્રોથી નુકસાની સંભવ. હનુમાનજીને કાચા તેલનો દીપ અવશ્ય કરવો તેનાથી આરોગ્ય ઉન્નતી થાય. નાનકડો અકસ્માત સંભવ.
(૫)સિંહ (મ,ટ) :- શનિ સાતમા ભાવમાંથી પસાર થશે.સાતમું સ્થાન ભાગીદાર, પત્ની, ધંધો પાટર્નરનું છે. જે કંઈ કરો. તે સાવધાની રાખીને અંગત ચાલવાની સલાહ છે. ધર્મભાવથી વિમુખ ન થાવ તેનું ખાસ ધ્યાન રાખશો. દશમી દૃષ્ટિ ચોથા ભાવ ઉપર થશે. ભૌતિક સુખોમાં તકલીફો કરનાર બને છે. જમીન-મકાન-વાહનની લે-વેચમાં સાવધાની રાખવી. આપ ક્યાંક અટવાઈન જવાશે. હકારાત્મક વિચારોનું વલણ વધે. નિત્ય સૂર્ય દેવતાને શુદ્ધ પાણીનો અર્ગ અવશ્ય આપશો. છાતીને લગતી સમસ્યાઓ ચિંતા આવી પડે.
(૬)ક્ધયા : (પ,ઠ,ણ):- શનિ છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. આ પરિભ્રમણ ગોલ્ડન રૂપ બનશે. પ્રવાસ પર્યટનમાં સાવધાવી રાખવી. નાની મોટી કોઈ બીમારી હોય તો તેનો ઈલાજ તાત્કાલિક કરાવશો. વિદ્યાર્થી વર્ગને અભ્યાસ કાચો રખાવે તેવા સંજોગ બની શકે. આપના જો કોઈ કેસ ચાલતા હશે તો તેમાં આપના વિરુદ્ધમાં આવે શકે. સંતાનનાં કાર્યો અન ધાર્મિક કાર્યોમાં રૂકાવટ આવે. શત્રુઓ પર વિજય થાય, હિત શત્રુઓ સાથે સમાધાન થાય. શનિ ચાલીસાનું પઠન હિતકારી બની રહેશે. કમરને લગતી તકલીફ હોય તો વધારો થાય.
(૭)તુલા (ર,ત):- આ પરિભ્રમણ મિશ્ર ફળદાય બની રહેશે. લગ્ન વાંચ્છુકોઓને માટે લગ્ન યોગ પ્રબળ બનાવે. વડીલો સાથે સંબંધમાં અકારણ તિરાડ પડાવે.કોર્ટ- કચેરીના બંધન યોગ બની શકે. આવકમાં ઘટાડો થાય. પરિવારમાં સંબંધોમાં ખટાશ આવે. શેરબજારમાં ઓચિંતા મોટી નુકસાની સંભવ. સામાજિક ક્ષેત્રે માન સન્માન પદ પ્રતિષ્ઠામાં વધારો થાય. પીપળના વૃક્ષને પાણી અવશ્ય અર્પણ કરીને પ્રદક્ષિણા ફરવી. ડાયાબિટીસ હોય તો વધી શકે તેમ જ યુરીને લગતી તકલીફો આવી શકે.
(૮)વૃશ્ચિક (ન,ય):- શનિ ની નાની પનોતી સોના ના પાયે ચાલુ થશે. ભૌતિક સુખની ચીજવસ્તુઓ તથા જમીન ખરીદવા માટે શુભ સમય રહેશે નહીં.પત્નીના નામે યોગ્ય રોકાણ કરશો તો ધનલાભ થઈ શકે. તબિયત તંદુરસ્તીના પ્રશ્ર્નો વધારે સતાવે. અકારણ ગુસ્સો આવી શકે માટે વાદ-વિવાદમાં પડવું નહીં. સવાર સાંજ ગાયત્રી મંત્રની એક માળા કરવી, મસાની સમસ્યા વધે.
બ્લડ ને લગતી બીમારી આવી શકે.
(૯) ધન (ભ,ધ,ફ,ઢ):- પનોતીની સાડાસતી પૂર્ણ થશે માટે બગડેલ આરોગ્ય સુધરશે.લાંબા સમયની માનસિક ઉદ્વેગ, અશાંતિ, અજંપોમાંથી મુક્ત થશો તેમ જ કોર્ટ-કચેરીના કેસોમાં હળવાશ જોવા મળશે. વેપાર-ધંધામાં નવા સાહસો કરવાથી સફળતા સારી મળે. પિતાનો સાથ સહકાર સારો મળે. સંતાનોના કાર્યો અટવાયેલા પૂર્ણ થાય. ધાર્મિક કાર્યમાં આકસ્મિક રૂકાવટ આવે. ગરીબ ગુરબાને યથાશક્તિ મદદ કરવી. વધુ પડતી ઊંઘ આવી શકે જેને કારણે બીમારીમાં સપડાઇ જવાય.
(૧૦)મકર (ખ,જ):- શનિની સાડાસાતીનો છલ્લો તબક્કો સોનાના પાયે શરૂ થશે. જે આપને કષ્ટ પીડા દાયક સમય સાબિત રૂપ થાય માટે ધીરજ તેમ જ સમયનું ફરજ પાલન કરીને મહત્વના નિર્ણયો લેવા. આવક કરતા જાવક વધી ન જાય તેની ખાસ કાળજી રાખજો.કુટુંબ કબીલામાં મત મતાન્તર સાથે સંબંધો બગડી શકે માટે સમજી વિચારીને બોલજો. હનુમાનજી તથા શનિદેવની નિત્ય પૂજા અર્પણ કરવી. અસત્ય બોલવું નહીં. પેટના દર્દો વધુ સતાવે.
(૧૧)કુંભ (ગ,શ,સ):- શનિની મોટી પનોતી તાંબાના પાયે શરૂ થશે જે છાતી ઉપરથી પસાર થનાર છે. નવા કાર્યો આદરણી શકાશે. જેમાં સારી સફળતા મળે.ભાગીદારો સાથે સાવધાની રાખવી.પત્નીની તબિયત બગાડે. ભાઈબંધો સાથે સંબંધોમાં તિરાડ પડે અંતે સમાધાન થાય. આપનું ધન ખોટા રસ્તે વેડફાય. મહત્ત્વનો નિર્ણય લેવામાં સમય સૂચકતા અવશ્ય વાપરવી. શનિદેવની ઉપાસના સાથે ભૈરવની ઉપાસના વિશેષ કરવી. સ્નાયુના દર્દો વકરે તેમ જ જૂની બીમારી ફરીથી જાગૃત થાય.
(૧૨) મીન (દ,ચ,ઝ,થ):- બારમા ઘરે શનિ ચાલતો હોવાથી શનિની મોટી પનોતી આપનાર બને. રૂપાના પાયે પનોતી શરૂ થશે. તેથી વારંવાર તાવ તેમજ માથું દુખવાની ફરિયાદ બને. કોર્ટ કચેરીના કામોમાં ઉતાવળ કરવી નહીં. વિદેશના વિઝા મળી શકે. ધંધામાં ઉઘરાણી ફસાય. મિત્રો સાથે દગો થાય. માનેલા ગુરુદેવની ઉપાસના સાથો-સાથ શનિદેવની ઉપાસના નિત્ય કરવી. કોઈપણ જગ્યાએ જામીનગીરીમાં સહી કરવી નહીં. પગનાં તળિયાને લગતી સમસ્યા સતાવે તેમ જ ઓચિંતા શ્ર્વાસને લગતી તકલીફો આવી શકે.
ફતવશતવફિૂફહ૧૩૬૭૭લળફશહ.ભજ્ઞળ
શનિ ગ્રહ કુંભ રાશિમાં આવે છે તો તેનું સ્વાગત જ્યોતિષશાસ્ત્ર મુજબ
આપણી ભારતીય પરંપરા મુજબ ‘અતિથિ દેવો ભવ:’ની વાત કરવામાં આવી છે ત્યારે આગામી તા.૧૭ મંગળવારે સાંજે ૫.૫૦ કલાકે શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં શનિ પ્રવેશ કરવાથી તેના સ્વાગતમાં
સંધ્યા સમયે શનિદેવને કાચા તેલનો સરસીયાનો દીવો કરીને અગરબત્તી પ્રગટાવી શ્રીફળ ફોડી મનોમન પ્રાર્થના કરવી. શનિદેવ અમે તમારું ખૂબ જ સ્વાગત કરીએ છીએ તમે અમને સર્વપ્રકારે સુખાકારી બક્ષો તેમ જ અમારા જીવનની અંદર દિન-પ્રતિદિન પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપો. તેમ જ
“ઓમ રીમ્ શં શનિશ્ર્ચરાય નમ:
આ મંત્રની એક માળા ગણવી. શક્ય હોય તો દેવ મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકોને કોઈપણ કાળી ચીજ વસ્તુઓનું દાન કરવાનું ઉત્તમ માનવામાં આવે છે. આવા દિવસે
(તા.૧૭ના રોજ ફક્ત એક જ દિવસ)
નીચે ના નિયમો પાળવાથી શનિદેવ વધારે પ્રસન્ન થશે.
(૧)કોઇપણ પ્રકારનું દેવું (કરજ)કરવું નહીં.
(૨)કોઈને ઉછીના પૈસા આપવા નહીં.
(૩)વામકુક્ષી કરવી નહીં.
(૪)તેલ,લોખંડ, ચામડાની કોઇ પણ ચીજવસ્તુ ખરીદવી નહીં.
(૫) અસત્ય કે જૂઠું બોલવું નહીં.
(૬)લાંબાગાળાનો પ્રવાસ કરવો નહીં
(૭) શક્ય હોય તો હૉસ્પિટલ,કોર્ટ-કચેરી,સ્મશાનમાં જવાનો અવસર ટાળવો.
જેનાથી લાંબા સમયના અટકેલાં કાર્યો પૂર્ણ થશે નવી-નવી તકોમાં વધારો થશે.
શનિની સાડાસાતીનો પહેલો તબક્કો મીન રાશિ, બીજો તબક્કો કુંભ રાશિ, ત્રીજો તબક્કો મકર રાશિ.
નાની પનોતી કર્ક રાશિને રૂપાના પાયે, વૃશ્ર્ચિક રાશિને સોનાના પાયે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -