2022નું વર્ષ જો તમારા માટે અનલકી સાબિત થયું હોય તો 2023માં નવા વર્ષની પહેલી સાંજે તમે આ અમુક વસ્તુઓ ખાઈને આવનારા વર્ષમાં બેડલકને બાય બાય કહીને ગુડ લકને વેલકમ કરી શકો છે. આવો જોઈએ કઈ છે એ વસ્તુઓ…
કેકઃ બર્થડે, એનિવર્સરી, સગાઈ કે કોઈ પણ સારા પ્રસંગની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે એટલે નવા વર્ષની શરુઆત પણ કેક વગર તો અધૂરી જ ગણાય ને…કેક ન્યુયર પાર્ટીની રોનક તો વધારે જ છે, પણ તેની સાથે સાથે તેને ગુડ લક પણ માનવામાં આવે છે. એટલે ન્યુયરની સાંજે કેક ખાઈને આવનાર વર્ષને આવકારો…
નૂડલ્સઃ સાંભળવામાં ચોકક્સ જ તમને થોડું વિચિત્ર લાગી શકે છે, પરંતુ આ હકીકત છે. નૂડલ્સની લંબાઈને દીર્ઘાયુ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને એટલે જ ચીન અને જાપાનના લોકો ન્યુ યરની સાંજે નૂડલ્સ ખાવાનું ભૂલતા નથી. વિચિત્ર પણ આ નૂસખો કરી જોવા ખરો, છેલ્લે કંઈ નહીં તો ટેસ્ટી નૂડલ્સ ખાઈને નવા વર્ષની પહેલી સાંજ વિતાવી એનો આનંદ તો મળશે જ…
દાળઃ આપણે તો પ્રોટીન માટે આખું વર્ષ દાળ ખાઈએ જ છીએ, પણ દાળ ખાવાથી આખુ વર્ષ જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે એની માન્યતા છે એટલે ઘણે ઠેકાણે નવા વર્ષની સાંજે લોકો દાળ ખાવાનું પસંદ કરે છે. અમેરિકામાં તો લોકો આ દિવસે લોભિયા નામની વાનગી આરોગે છે, કારણ કે એમની એવી માન્યતા છે કે આવું કરવાથી આવનારું વર્ષ તેમના માટે લકી સાબિત થશે.
ફળઃ અમેરિકનોની જેમ સ્પેનમાં રહેનારાઓની માન્યતા જરા જૂદી છે. ત્યાં નવા વર્ષની મધ્ય રાત્રિએ 12 મહિનાના ગુડ લક માટે 12 દ્રાક્ષ ખાવાની પરંપરા છે.
અનાજઃ ચોખા કે તેના જેવા જ ફૂલી જનારું બીજું ધાન્ય સંપન્નતાનું પ્રતિક ગણાય છે. એવું કહેવાય છે કે આ અનાજમાં નકારાત્કતાને શોષીને જીવનમાં સકારાત્મકા જાળવી રાખવાની ખાસિયત હોય છે એટલે લોકો નવા વર્ષની સાંજે આવું અનાજ ખાવાનું પણ પસંદ કરે છે.