Homeટોપ ન્યૂઝરિસેપ્શનના થોડા સમય પહેલાં જ નવદંપત્તિની લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા

રિસેપ્શનના થોડા સમય પહેલાં જ નવદંપત્તિની લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા

છત્તીસગઢના રાયપૂરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં લગ્નના રિસેપ્શનના દિવસે થોડા સમય પહેલાં જ નવદંપત્તિ લોહીલુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. એક વેબ પોર્ટલને જાણકારી આપતા પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એમ લાગી રહ્યું છે કે આ બંને વચ્ચે કોઇ બોલાચાલી થતાં પોતાને મારવાના પહેલાં પતિએ પત્નિને મોતને ઘાટ ઉતારી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી.
અસલમ (24) અને કહકશા બાનો (22)ના ગત રવિવારે જ લગ્ન થયા હતા. તથા મંગળવારે બંનેના લગ્નનું રિસેપ્શન હતું. જેના માટે તેઓ તેમની રુમમાં તૈયાર થઇ રહ્યાં હતા જ્યાં આ ઘટના બની. વરરાજાની માતા દુલ્હનની બૂમો સાંભળી એમના રુમ તરફ દોડી ગઇ હતી પણ અથાગ પ્રયત્ન બાદ તેમણે દરવાજો ખોલ્યો નહતો. પણ જ્યારે બંનેનો અવાજ આવવાનો બંધ થઇ ગયો ત્યારે પરિવારજનો બારીમાંથી અંદર દાખલ થયા ત્યારે આ નવદંપત્તિ લોહીના ખાબોચીયામાં મૃત હાલતમાં પડ્યાં હતા. પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પીટીઆઇ સાથે વાત કરતાં પોલીસે જણાવ્યું કે પોલીસે આ બંનેના મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે તથા ઘટના સ્થળેથી મળેલ ચાકુ પણ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખબર પડે છે કે આ બંને વચ્ચે કોઇ બોલાચાલી થતા પતિએ પત્નિ પર ચાકુ વડે હુમલો કર્યો હશે અને પછી પોતાની જાતને પણ ચાકુ મારી જીવન ટૂંકાવ્યું હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -