તમે પણ નવા વર્ષની ઊજવણી માટે પરિવાર કે મિત્રો સાથે વેકેશન પર જવા માગો છો, તો ભારતમાં જ કેટલીય એવી એ જગ્યાઓ આવેલી છે જ્યાં તમે નવા વર્ષે જાવ તો ઘણુ બધુ નવું જોવા મળી જાય છે, તો કેટલીક એવી જગ્યાઓ પણ છે જ્યાં તમે ખૂબ જ સરળતાથી ઓછા બજેટમાં ફરીને આવી શકો છો. આજે આપણે વાત કરીશું આવા જ કેટલાક ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિશે, જ્યાં તમે 2023ને તમારા મિત્રો અને પરિવાર સાથે આવકારી શકો છો, અને એ પણ બજેટમાં!
લડાખઃ
જો તમને પહાડ ગમતાં હોય તો લડાખથી બેસ્ટ કોઈ પ્લેસ હોઈ જ ના શકે તમારા ક્રિસમસ સેલિબ્રેશન માટે. લડાખ ખૂબ જ સુંદર જગ્યા છે અને આ સમયગાળામાં અહીં સ્નો પડે છે. સ્નોફોલની સાથે સાથે ઠંડીમાં લડાખ કુદરતી સૌંદર્યના એવા વાઘા સજે છે કે ત્યાં જનારને તે બીજી જ કોઈ દુનિયામાં આવી ગયા હોવાનો એહસાસ થાય છે. નવા વર્ષની ઊજવણી અહીં કરવાનો લહાવો જ કંઈક ઓર છે.
શ્રીનગરઃ
લડાખ સિવાય શ્રીનગર પણ ધરતીનું સ્વર્ગ છે જ્યાં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. નવા વર્ષના સેલિબ્રેશન માટે શ્રીનગર પણ એક સારો વિકલ્પ છે. ડલ લેકમાં તમે પરિવાર અને મિત્રો સાથે બોટિંગ કરીને આનંદની પળો માણી શકશો. હાઉસ બોટ અને લેક પાસે આવેલી બજારમાં તમને ચોક્કસ જ ગમશે. શ્રીનગર ખૂબ જ સુંદર જગ્યા છે અને નવા વર્ષની ઊજવણી માટે પરફેક્ટ પ્લેસ છે.
ગોવાઃ
ગોવાઃ
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ. ગોવા વિના ન્યુ યરનું સેલિબ્રેશન અધૂરું જ ગણાય. જો તમે ઠંડી જગ્યા પર નથી જવા માગતા અને સમુદ્ર કિનારે નવા વર્ષની ઊજવણી કરવા માગો છો તો પહોંચી જાવ ગોવા. ડિસેમ્બર મહિનામાં ગોવાની રોનક જ કંઈક અલગ હોય છે. જો તમે પાર્ટી એનિમલ છો તો નવા વર્ષને આવકારવા ગોવાથી શ્રેષ્ઠ બીજી કોઈ જગ્યા તમારા માટે હોઈ જ ના શકે, કારણ કે ગોવામાં આ સમયગાળામાં અલગ અલગ અનેક પાર્ટીઓ યોજાતી હોય છે.