નવા વર્ષના પ્રથમ દિવસે જ 50 લાખથી વધુ લોકો અયોધ્યાની મુલાકાત લે તેવી અપેક્ષા છે. અયોધ્યા પોલીસ દ્વારા ભારે સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન માટેની તૈયારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 2022માં નવા વર્ષના દિવસે 30 લાખ લોકોએ અયોધ્યાની મુલાકાત લીધી હતી અને આ વર્ષે આ સંખ્યામાં ઘણો જ વધારો થવાની અપેક્ષા છે.
અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, વિવિધ સરકારી વિભાગોના અહેવાલોને ધ્યાનમાં રાખીને નવા વર્ષના પ્રથમ દિવસે અયોધ્યામાં લગભગ 50 લાખ લોકોનું સંચાલન કરવાની પોલીસે તૈયારી રાખી છે. એક ડઝન ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રોડ અકસ્માતને પહોંચી વળવા માટે અયોધ્યા તરફ જતા તમામ રસ્તાઓ પર સાધનોથી સજ્જ પોલીસ રિસ્પોન્સ વાહનો ગોઠવવામાં આવ્યા છે. ભક્તોના ધસારાનું યોગ્ય રીતે સંચાલન કરવા અને દુર્ઘટના નિવારવા વિવિધ મંદિરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.